બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Important meeting of CM in Junagadh due to heavy rain situation

BIG BREAKING / જૂનાગઢમાં જળબંબાકાર: CM ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમો અટકાવી તાબડતોબ બેઠક કરી, મદદ માટે આ નંબર પર કરી શકાશે ફોન

Dinesh

Last Updated: 06:27 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિર્ધારીત કાર્યક્રમ વચ્ચે મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી જૂનાગઢ જળબંબાકારની પરિસ્થિતિ પહોંચી વળવા માટે તમામ પગલા લેવા સૂચનાઓ આપી છે.

  • જૂનાગઢમા ભારે વરસાદની પરિસ્થિતિના પગલે CMની મહત્વની બેઠક
  • રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન 3 મંત્રીઓ સાથે કરી બેઠક
  • CMએ પોતાના નિર્ધારીત કાર્યક્રમ વચ્ચે મંત્રીઓ સાથે સમીક્ષા કરી


જૂનાગઢમાં ભારે વરસાદના કારણે તારાજીના દશ્યો સર્જાયા છે. ભારે વરસાદની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી છે. અત્રે તમને જણાવીએ કે, રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન 3 મંત્રીઓ સાથે બેઠક કરી વરસાદની પરિસ્થિતિના તાગ મેળવ્યા છે.

જળબંબાકારની પરિસ્થિતિને CM બેઠક કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિર્ધારીત કાર્યક્રમ વચ્ચે મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી જળબંબાકારની પરિસ્થિતિ પહોંચી વળવા માટે તમામ પગલા લેવા સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ મંત્રી કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરીયા સાથે બેઠક કરી અને ભારે વરસાદની પરિસ્થિતિના તાગ મેળવ્યા હતા.

હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો
અતિભારે વરસાદથી જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારની હાલત કફોળી બની છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા દ્વારા લોકોને ઘરમાં રહેવા નમ્ર અપીલ કરવામાં આવી છે, તેમજ મદદ માટે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. મદદ માટે સંપર્ક કરવા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો છે. જે નંબર.  100 / +91 99784 05250 છે

જૂનાગઢમાં 3 કલાકમાં 16 ઈંચ વરસાદ
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા લાગ્યા હતા. શહેરના લગભગ દરેક વિસ્તાર પાણી-પાણી જ હોય તેવા દશ્યો પણ સામે આવી રહ્યાં છે. 

ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા
જૂનાગઢમાં અતિભારે વરસાદ કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા છે. ભેંસ અને તેના બચ્ચા તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે તેમજ નદીના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ