બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 01:50 PM, 1 April 2024
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર ટોલ વધારો 31 માર્ચની રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે. 31 માર્ચની રાતથી તમામ વાહનો પર ટોલ વધારવાનો હતો. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. રવિવારે મોડી રાત્રે NHAI એ દરેક જગ્યાએ મૌખિક માહિતી આપી હતી કે અત્યારે ટોલ વધારવો જોઈએ નહીં.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના કારણે આ માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી લેવી પડશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ટોલ વધારો અટકાવી દીધો છે. સોમવારે તમામ ટોલ પ્લાઝા પર જૂના દરો પર ટોલ લાદવામાં આવ્યો હતો. આનાથી વાહનચાલકોને રાહત મળી હતી અને તેઓએ વધારે ટોલ ચૂકવવો પડ્યો ન હતો.
NHI સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ટોલના દરમાં પાંચ ટકાનો વધારો થવાનો છે. દરેક એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે માટે સૂચિત વધારો અલગ-અલગ હતો. ટોલ ટેક્સમાં કોઈ વધારો ન થવાને કારણે દિલ્હી-જયપુર, દિલ્હી-આગ્રા, દિલ્હી-અંબાલા, દિલ્હી-રોહતક, નેશનલ હાઈવે તેમજ દિલ્હી-મુંબઈ, દિલ્હી-મેરઠ અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર દરરોજ મુસાફરી કરતા લાખો ડ્રાઈવરોને રાહત મળી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ કોંગ્રેસને મોટી રાહત: લોકસભા ચૂંટણી ખતમ થવા સુધી ટેક્સ વસૂલાત પર IT નહીં કરે કોઇ કાર્યવાહી
NHIએ કાર અને હળવા કોમર્શિયલ વાહનો સહિત તમામ શ્રેણીના વાહનો પર ટોલ ટેક્સ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ સાથે માસિક પાસ પણ દર મહિને 10 રૂપિયા મોંઘો થવાનો હતો. NH પર સ્થિત ટોલ પ્લાઝાથી 20 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને માસિક પાસ આપવામાં આવે છે. ટોલ ટેક્સમાં વધારો થવાથી નજીકના રાજ્યોમાંથી તેમના કામ માટે મુસાફરી કરતા લોકો પર બોજ વધશે. જો કે આ રાહત કેટલો સમય ચાલશે તે હજુ નક્કી નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.