બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Important announcement for lakhs of candidates, now you can give CA exam thrice in a year, note the job details

BIG NEWS / લાખો ઉમેદવારો માટે અગત્યની જાહેરાત, હવે વર્ષમાં ત્રણ વખત આપી શકશો CAની પરીક્ષા, નોટ કરી લો કામની વિગત

Ajit Jadeja

Last Updated: 05:56 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી CA ફાઉન્ડેશન અને CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવતી હતી પરંતુ હવે ઉમેદવારોને ત્રણ તક મળશે.  જાહેરાત ICAI સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર ધીરજ ખંડેલવાલએ કરી છે. ICAI મેમ્બરે X પર આ માહિતી આપી છે.

Chartered Accountant Big News: CA બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. હવે CAની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે. ઇન્ટીટ્યુટ ઓફ આર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના સભ્ય ધીરજ ખંડેલવાલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે. CAI વર્ષમાં ત્રણ વખત CA ફાઉન્ડેશન અને ઇન્ટર પરીક્ષાઓનું આયોજન કરશે. નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપતા ધીરજ ખંડેલવાલે એક ટ્વિટમાં લખ્યુ છે કે 'ICAI એ CA ફાઉન્ડેશન અને CA ઇન્ટર લેવલ માટે વર્ષમાં ત્રણ વખત CA  પરીક્ષાઓ શરૂ કરીને CA વિદ્યાર્થીઓની તરફેણમાં ફાયદાકારક ફેરફાર લાવવા માટે આવકાર્ય પગલું ભર્યું છે. જો કે સત્તાવાર વેબસાઇટ icai.orgએ હજુ સુધી સૂચના અપડેટ કરી નથી પરંતુ ટૂંક સમયમાં રિલીઝ થવાનું મનાઇ રહ્યુ છે.

 

ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે

અત્યાર સુધી CA ફાઉન્ડેશન અને CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવતી હતી પરંતુ હવે ઉમેદવારોને ત્રણ તક મળશે. ધ ઇન્સિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ પર આ સૂચના સંબંધિત વધુ માહિતી પ્રકાશિત કરી શકે છે. નોધનીય છે કે ICAI ફાઉન્ડેશન પરીક્ષાએ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રથમ તબક્કાની પરીક્ષા અથવા પ્રવેશ સ્તરની પરીક્ષા છે. ધોરણ 12 પાસ કર્યા પછી ઉમેદવાર CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકે છે.

વધુ વાંચો: ઠંડીનો છેલ્લો રાઉન્ડ હજુ બાકી! પહાડોમાં વરસાદ સાથે ફરી થશે હિમવર્ષા, જાણો કયા-કયા વિસ્તારો પર આફતના એંધાણ

CA બનવા શું કરવું પડે છે

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે ઉમેદવારે પહેલા ICAIની ફાઉન્ડેશન પરીક્ષા આપવી પડે છે. CA બનવાનું આ પહેલુ પગલુ છે. આ પરીક્ષા ધોરણ 12 પાસ કર્યા પછી આપી શકાય છે. ત્યાર બાદ સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા હોય છે જે બે ગ્રૃપમાં લેવાય છે. દરેક ગ્રૃપમાં 4 વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. ઇન્ટર મીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી છેલ્લે સીએ ફાઇનલની પરિક્ષા આપવી પડે છે જે ઉતિર્ણ કર્યા પછી સીએની પદવી મળે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ