બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / If you want to avoid online scams, this Cyber Ganesh Ji's Karjo Darshan, Prasadi tip card of Surat is the most unique.

આકર્ષક / ઓનલાઈન છેતરપિંડીથી બચવું હોય તો સુરતના આ સાયબર ગણેશજીના કરજો દર્શન, પ્રસાદીનું ટીપ કાર્ડ સૌથી અનોખું

Vishal Khamar

Last Updated: 12:00 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં આજથી ભવ્યાતિ ભવ્ય રીતે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં આજે હજારો ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાવ્યું છે ત્યારે ગણેશ મંડપોને વિવિધ થીમો થી શણગારવામાં આવ્યા છે સુરત સાયબર સેલ દ્વારા લોકોમાં સાયબર પ્રત્યે જાગૃતિ અને અવરનેસ આવે તે માટે ખાસ સાયબર ઓવરને અનુલક્ષીને ગણેશ મંડપને સજાવવામાં આવ્યો છે.

  • સુરત શહેરમાં આજે હજારો લોકોએ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું
  • લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર ઓવરને ગણેશ મંડપથી સજાવવામાં આવ્યો
  • વિવિધ પોલીસ સ્ટેશનમાં પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું

 આજથી અનંત ચતુર્થી સુધી સમગ્ર સુરત શહેરમાં ગણેશજીની ધૂમ જોવા મળશે તેમાં પણ ખાસ કરીને વિવિધ મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર ગણેશજીના મંડપોને સજાવવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ પણ ગણેશ સ્થાપનામાં અન્ય મંડળોથી પાછળ નથી અને સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની સાથે વિવિધ બ્રાન્ચોમાં પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને પૂજન કરવામાં આવશે. ગણેશજીની પ્રતિમા નું સ્થાપન સાયબર સેલ દ્વારા પણ કરવામાં આવ્યું છે. આજકાલ ટેકનોલોજી નો યુગ જોવા મળી રહ્યો છે અને આ ટેકનોલોજીના યુગમાં લોકો ઓનલાઈન ફ્રોડ નો શિકાર બને છે લોકો ઓનલાઇન ફ્રોડ નો શિકાર ન બને તે માટે સાયબર ક્રાઇમ દ્વારા ગણેશજીની પ્રતિમા સાથે સાયબર અવરનેશ ની ટીપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અજયકુમાર તોમર (પોલીસ કમિશનર, સુરત)

સાયબર ક્રાઈમ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી આપવામાં આવી

સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ વખતે બોલતા ગણેશ નું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશજીની પ્રતિમા આ વખતે લોકોને સાયબર ક્રાઇમ અંગે અવેર કરશે સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા એક પ્રદર્શન પણ લગાવવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઈમ ને લગતી તમામ માહિતીઓ પણ આપવામાં આવી છે. સુરત શહેર સાઇબર ક્રાઇમ દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમને લઈને સંપૂર્ણ અવારનેશ આવે તે માટે આ ગણેશ મંડપને વિવિધ સ્લોગનોથી સજાવવામાં આવ્યા છે. ગણેશજીના વાહન મૂષક પણ અહીંયા દોરવામાં આવ્યા છે અને તેની ઉપર વિવિધ પ્રકારના સાયબરને લગતા સ્લોગન લખવામાં આવ્યા છે. ગણેશજીના મંડપમાં બંને તરફ સાયબર ક્રાઈમ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી પણ આપવામાં આવી છે.

સાયબર ક્રાઇમ ને લગતી તમામ માહિતીઓ મળી જાય

સ્થાપનાના પ્રથમ દિવસે જ બોલતા ગણેશ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ ગણેશજીના મંડપમાં આજે સાંજે આરતી કરવામાં આવી હતી અને અહીં આવતા લોકોને તેમને સાયબર ક્રાઇમના અવરનેસ વિશે પણ જાગ્રત રહેવા માટેની સૂચનાઓ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બાજુમાં જ આ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે અને જેવા મંડપના એન્ટ્રન્સ ગેટથી આ પ્રવેશ કરો કે તુરંત જ આપને સાયબર ક્રાઇમ ને લગતી તમામ માહિતીઓ મળી જાય છે. મંડપના પ્રવેશ દ્વારથી તમામ માહિતી એટલે કે અત્યાર સુધીમાં જે પણ ક્રાઇમના ગુનાઓ નોંધાયા છે તે તમામ ગુનાઓની માહિતી આપવામાં આવી છે.

આ ગણેશોત્સવમાં એક ખાસ પ્રકારનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા મૂકવામાં આવેલા ગણેશજી તમામ લોકોને સાયબર ક્રાઇમ અંગેની માહિતી આપે છે અને લોકો સાયબર ક્રાઇમ થી કેવી રીતે બચી શકે છે તે અંગેની તમામ માહિતી ગણેશજી દ્વારા આપવામાં આવે છે એટલે કે સુરત શહેર પોલીસે આ વખતે ગણેશ ઉત્સવને લોકોની જાગૃતિ માટેનો અભિયાન સાથે જોડી લઈને એક અનોખો પ્રયાસ કર્યો છે.

દર્શન કરવા આવનાર ભક્તોને ટીપ કાર્ડ આપવામાં આવે છે

સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રસાદ તરીકે આવનારા ભક્તોને ટીપ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે જે પણ ભક્તો બાપાના દર્શન કરવા આવશે તે તમામ ભક્તોને અહીંયાથી એક કાર્ડ આપવામાં આવશે જેમાં સાઇબર ને લગતી એક ટીપ હશે. આ ટીપકાર્ડ ખરેખર લોકો માટે ઉપયોગી બનશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ