બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you also have problems with dandruff in winter, then stop these 6 mistakes today

તમારા કામનું / શિયાળામાં તમને પણ થતી હોય ડેન્ડ્રફ કે ખોડો થવાની સમસ્યા તો આજે જ બંધ કરો આ 6 ભૂલ, નહીંતર ક્યારેય નહીં થાય બંધ

Pooja Khunti

Last Updated: 04:21 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hair Care Mistakes To Avoid: ઘણી વાર આપણે વાળની સંભાળને લગતી એવી ભૂલ કરતાં હોઈએ છીએ, જેના કારણે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે.

  • સ્કેલ્પ સાફ ન થવું 
  • ખરાબ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો 
  • અયોગ્ય આહારનું સેવન 

માથામાં ચામડીનાં ચેપનાં કારણે ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. ઘણી વાર યોગ્ય રીતે વાળ સાફ ન થવાનાં કારણે પણ ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. કેટલીક વાર આપણે વાળની સંભાળને લઈને આવી સામાન્ય ભૂલ કરતાં હોઈએ છીએ. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. વાળની ​​સંભાળ સાથે જોડાયેલી આ 6 ભૂલો ડેન્ડ્રફનું કારણ બની શકે છે. 

વારંવાર વાળ ધોવા 
વાળની સંભાળ માટે યોગ્ય રીતે વાળ ધોવા પણ જરૂરી છે. જો તમે માથાને મોઇશ્ચરાઇઝ કર્યા વગર ધોતા હશો તો તમને ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. વધુ દિવસે વાળ ધોવાનાં કારણે પણ માથાની ગંદકી ડેન્ડ્રફનું કારણ બની જાય છે. 

સ્કેલ્પ સાફ ન થવું 
જો તમારું સ્કેલ્પ સાફ હશે તો તમને ડેન્ડ્રફની સમસ્યા નહીં થાય. પણ જો તમારું સ્કેલ્પ સાફ નહીં હોય તો તમને ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. 

સ્કેલ્પ હાઇડ્રેટ ન હોવું 
તમારું સ્કેલ્પ હાઇડ્રેટ નહીં હોય તો તમને ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તમને માથામાં ખંજવાળ આવી શકે છે. તેથી શેમ્પૂ કરતાં પહેલા તમારે વાળ પર તેલ જરૂર લગાવવું જોઈએ.

 

ખરાબ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો 
અયોગ્ય અથવા ખરાબ પ્રોડક્ટ્સનાં ઉપયોગથી પણ તમને ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. 

વધુ પ્રમાણમાં ચિંતા 
જો તમને કોઈ વાતની સમસ્યા અથવા ચિંતા હોય ત્યારે તમારા હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે પણ ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. 

અયોગ્ય આહારનું સેવન 
સ્કેલ્પને પણ પોષણની જરૂર હોય છે. અયોગ્ય આહારનાં સેવનનાં કારણે સ્કેલ્પ પર તેલનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. એટલા માટે સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ