બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / If the Lok Sabha elections are held today, who will form the government? The survey came up

રાજનીતિ / જો આજે થઈ જાય લોકસભા ચૂંટણી તો કોની બનશે સરકાર? સામે આવ્યું સર્વે, રાહુલ ગાંધીને લઈને પણ ચોંકાવનારા પરિણામ

Priyakant

Last Updated: 10:11 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 News: એક સર્વેમાં આજે સામાન્ય ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

  • લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો અત્યારથી જ હરકતમાં 
  • વિપક્ષની એકતા બેઠક વચ્ચે એક મહત્વપૂર્ણ સર્વે કરવામાં આવ્યો
  • સર્વેમાં ત્રીજી વખત કેન્દ્રમાં BJPના નેતૃત્વમાં સરકાર બની રહી છે 

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો અત્યારથી જ હરકતમાં આવી ગયા છે. વાત જાણે એમ છે કે, વિપક્ષની એકતા બેઠક વચ્ચે એક મહત્વપૂર્ણ સર્વે કરવામાં આવ્યો છે. એક સર્વેમાં આજે સામાન્ય ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ અનેક બાબતો સામે આવી છે. આ સર્વેમાં ત્રીજી વખત કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં સરકાર બની રહી છે. 

એક સર્વેમાં ભાજપ અને સહયોગી પક્ષોને 285-325 બેઠકો આપવામાં આવી છે. તેનાથી વિપરીત કોંગ્રેસ અને તેના સાથી પક્ષો (યુપીએ) 111-149 બેઠકો સુધી મર્યાદિત જણાય છે. વિરોધ પક્ષો ભાજપને કેન્દ્રમાં સત્તા પરથી ઉખેડી નાખવા માંગે છે. તેઓ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં એક થવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ પટનામાં તમામ વિપક્ષી દળોએ આ અંગે બેઠક યોજી હતી. આગામી બેઠક બેંગલુરુમાં યોજાવાની છે. આ સર્વે પટનામાં યોજાયેલી બેઠકના મધ્યમાં કરવામાં આવ્યો હતો.

સર્વેની તૈયારીમાં આટલા લોકોના ફીડબેક લેવાયા
સર્વેનું સેમ્પલ સાઈઝ 1 લાખ 35 હજાર છે. એટલે કે સર્વેની તૈયારીમાં આટલા લોકોના ફીડબેક લેવામાં આવ્યા હતા. જેમાં 60 ટકા લોકોનો પ્રતિભાવ ટેલિફોન દ્વારા અને 40 ટકા લોકોએ ઘરે-ઘરે જઈને લીધો હતો. જ્યારે પટનામાં વિરોધ પક્ષો એકતાની કવાયતમાં વ્યસ્ત હતા ત્યારે પણ આ સર્વે ચાલુ રહ્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે, લોકોના મૂડમાં કોઈ સ્વિંગ જોવા મળ્યું ન હતું. આ સર્વેથી સ્પષ્ટ થાય છે કે, લોકોનો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં યથાવત છે.

આજે ચૂંટણી થશે તો શું સ્થિતિ થશે?

ભાજપ+ 285-325
INC+ 111-149
ટીએમસી 20-22
YSRCP 24-25
બીજેડી 12-14
બીઆરએસ 9-11
AAP 4-7
એસ.પી 4-8
અન્ય 18-38
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ