બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / If some symptoms appear on the face be careful the liver will be severely damaged

હેલ્થ / ચહેરા પર આ લક્ષણ દેખાય તો તુરંત થઇ જજો સાવધાન, નહીં તો લિવરને થશે મોટું નુકસાન"

Kishor

Last Updated: 07:15 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્વચા અને આંખોનું પીળું પડવું, ત્વચાની લાલાશ, નાના દોરા જેવી નસો દેખાવી સહિતના લક્ષણો દેખાઈ તો સાવધાન થઈ તબીબની સલાહ લેવી જોઈએ કારણ કે તે લીવરને મોટા નુકસાનનાં સંકેત છે.

  • શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે લીવર
  • આ લક્ષણ દેખાઈ તો લીવર બગડવાના છે એંધાણ
  • તાત્કાલીક તબીબની સલાહ લેવી

આપણા શરીરમાં લીવર એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે. આપણા શરીરમાં લોહીના કેમિકલ્સના સંતુલનને જાળવી રાખવાનું કામ લીવર કરે છે.પરંતુ લીવરમાં વધુ પ્રમાણમાં ફેટ જમા થઈ જવાને કારણે ફેટી લીવરની બીમારી થઈ જાય છે. વધુમાં લીવર પિતરસ પણ બનાવે છે જે લીવરમાં રહેલા ખરાબ પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. જો તમારું લીવર ખરાબ થઈ જાય તો તેની અસર તમારા ચહેરા પર જોવા મળે છે. ત્યારે આવા લક્ષણો દેખાઈ તો તમારે સાવધાર રહેવું જોઈએ! તેના વિશે વિગતે ચર્ચા કરીએ.

શરીરમાં આવા લક્ષણો દેખાય તો બિલકુલ પણ ન કરતા નજરઅંદાજ, હોઈ શકે છે લિવર ખરાબ  થવાના સંકેત | health tips liver problems and symptoms


શરીરમાંથી ટોક્સીનને બહાર કાઢવામાં મદદ કરે છે

ફેટી લીવરની સમસ્યા ખુબ જ સામાન્ય છે, આ સમસ્યાની શરૂઆત થવા પાછળનું કારણ લીવરમાં વધારાના ફેટ જમા થવાનું છે. આપણા શરીરમાં લીવર મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. લીવરમાં થનારી કોઈ પણ પરેશાનીની અસર આખા શરીરમાં જોવા મળે છે. જેમાં ભોજનને પચાવવાંની સાથે જ આપણા શરીરમાંથી ટોક્સીનને બહાર કાઢવામાં મદદ કરે છે. લીવરmમાં થતી સમસ્યાને કારણે કાર્ડીયોવેક્યુલર ડિસિઝ, કેન્સર અને ટાઈપ 2  ડાયાબિટીસનો સામનો કરવો પડે છે.

શરીરમાં આવા લક્ષણો દેખાય તો બિલકુલ પણ ન કરતા નજરઅંદાજ, હોઈ શકે છે લિવર ખરાબ  થવાના સંકેત | health tips liver problems and symptoms
ખરાબ લાઈફસ્ટાઇલ છે કારણભૂત
સામાન્ય રીતે ફેટી લીવર બે પ્રકારના હોઈ છે, જેમાં આલ્કાહોલીક ફેટી લીવર અને નોન આલ્કાહોલીક. જેમાં આલ્કાહોલીક ફેટી લીવરની સમસ્યા વધુ માત્રમાં દારૂનું સેવન કરવાથી થાય છે. જયારે નોન આલ્કાહોલીક ફેટી લીવરની સમસ્યા મોટાપા, હાઈ બ્લડ શુગર અને લોહીમાં રહેલા ફેટના હાઈ લેવલને લીધે થાય છે. આ સમસ્યા સામાન્ય રીતે ખરાબ લાઈફસ્ટાઇલને કારણે થાય છે.

આવા લક્ષણો દેખાઈ છે

ત્વચા અને આંખોનું પીળું પડવું, ત્વચાની લાલાશ, નાના દોરા જેવી નસો દેખાવી, ચહેરા પર લાલ, પરુ ભરેલ ફોલ્લીઓ થવી સહિતના લક્ષણ દેખાઇ તો સાવધાન રહેવું જોઈએ. નિષ્ણાતોના મતે જ્યારે તમારું લીવર બગડવા લાગે છે ત્યારે આ પ્રકારનાક લક્ષણ દેખાવા લાગે છે. વધુમાં શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધવાથી ત્વચા અને આંખો પીળી પડી શકે છે. જેને કમળો પણ કહે છે.


આ રીતે બચી શકાય છે

જો તમને પણ આવા લક્ષણો દેખાઈ તો વિલંબ કર્યા વગર તબીબનો સંપર્ક કરવો જોઈએ. આરોગ્ય નિષ્ણાંતના જણાવાયા અનુસાર જ્યારે લીવરની સમસ્યા વધી જાય છે ત્યારે જ આંખો લાલ થવા લાગે છે. વધુમા હેલ્ધી લીવર માટે દારૂના સેવનથી બચવું જોઈએ. વધુમાં દરરોજ કસરત કરવી પણ ખૂબ જ આવશક્ય બાબત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ