બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / If BJP loses this election then it might affect its performance in 2024 loksabha elections

રાજનીતિ / જો એગ્ઝીટ પોલ જેવા જ પરિણામ આવ્યા તો! 2024 માટે BJP સામે ઊભા થશે આ પડકારો

Vaidehi

Last Updated: 05:00 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં ચૂંટણી બાદ હવે પરિણામની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. EXIT POLLSમાં ભાજપની હાર જ્યારે કોંગ્રેસની જીત દેખાઈ છે. જો ભાજપ હારી તો 2024ની ચૂંટણીમાં BJP માટે શું -શું મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે જાણો.

  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે થશે જાહેર
  • EXIT POLLમાં ભાજપને મળી હતી હાર
  • ભાજપની આ હારની અસર 2024ની ચૂંટણી પર થઈ શકે છે

Karnataka Assembly election results 2023: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થવાનાં છે. એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં ભાજપનું પત્તું કપાઈ શકે છે અને કોંગ્રેસ બહુમતથી જીત મેળવી શકે છે.  ત્યારે જો ભાજપ આ ચૂંટણી હારે છે તો ચોક્કસથી 2024ની લોકસભાની ચૂંટણીમાં BJPની સામે કેટલાક રાજનૈતિક ચેલેન્જ ઊભા થઈ શકે છે.

 

ભાજપ 2024માં 400 સીટો જીતવાનાં લક્ષ્ય પર
ભાજપ 2024ની લોકસભા ચૂંટણી માટે 400 સીટો જીતવાનાં લક્ષ્ય પર છે. એ આંકડો ધ્યાનમાં રાખીએ તો કર્ણાટક ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વની બની જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે જો ભાજપ કર્ણાટક ચૂંટણીમાં હારે છે તો તેના માટે 2024ની ચૂંટણીમાં પોતાનું ટાર્ગેટ મેળવવું મુશ્કેલ થઈ જશે.

2024 માં ભાજપને શું-શું મુશ્કેલીઓ આવી શકે છે?

કર્ણાટકમાં ઘટી શકે છે સીટ: ભાજપ જો આ ચૂંટણીમાં હારી જાય છે તો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની સીટ કર્ણાટકમાં ઘટી શકે છે. 2019 લોકસભા ચૂંટણીમાં આ રાજ્યની 28 સીટોમાંથી ભાજપે 25 અને તેના સમર્થક અપક્ષ ઉમેદવારે 1 સીટ જીતી હતી. આ સિવાય કોંગ્રેસ અને JDSને 1-1 સીટ મળી હતી. કર્ણાટકમાં જો ભાજપ હારે છે તો સીટોમાં ઘટાડો ચોક્કસપણે થશે.

પાંચ રાજ્યોમાં 172 સીટો: અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની 42માંથી 18, મહારાષ્ટ્રની 48માંથી 23, કર્ણાટકની 28માંથી 25, બિહારની 40માંથી 17, ઝારખંડની 14માંથી 12 સીટો જીતી હતી. પાંચ રાજ્યોની કુલ 172 સીટોમાંથી ભાજપે 98 સીટ પર વિજય હાંસિલ કર્યો હતો જ્યારે તેના સહયોગી દળોને 42 સીટો મળી હતી.

BJPનું બગડશે સમીકરણ: મહારાષ્ટ્રમાં રાજનૈતિક સમીકરણો બદલાઈ ગયાં છે. 2019માં ભાજપની સાથે મળીને ચૂંટણી લડનારી શિવસેના હવે કોંગ્રેસ અને NCPની સાથે મહાવિકાસ અઘાડીમાં છે. ભાજપે એકનાથ શિંદે સાથે હાથ મળાવ્યો તો છે પરંતુ મૂડ ઓફ નેશનનાં સર્વેમાં મહાવિકાસ અઘાડીને 48માંથી 34 સીટો મળવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. આ સિવાય બિહારમાં પણ ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

'મિશન સાઉથ'ને થઈ શકે છે અસર: દક્ષિણનાં આંધ્રપ્રદેશ, કેરળ, પોંડીચેરી, તમિલનાડુ અને તેલંગાણામાં ભાજપ અત્યારસુધી પોતાના સ્થાપિત નથી કરી શકી. દક્ષિણનાં 6 રાજ્યોમાં 130 લોકસભા સીટો આવે છે જે કુલ લોકસભા સીટોની આશરે 25% છે. તેવામાં રાજનૈતિક દ્રષ્ટિકોણથી દક્ષિણ ભારતમાં વિજય ઘણો આવશ્યક છે. કર્ણાટકની મદદથી ભાજપ દક્ષિણમાં આગળ વધી શકે તેમ છે પરંતુ જો ત્યાં ઝટકો લાગ્યો તો તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ નુક્સાન થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ