બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Idol of Hanuman Dada in sleeping posture at Sakaria village of Modasa

ધાર્મિક / આખા ગુજરાતમાં આવું મંદિર બીજે ક્યાંય નથી...: આ ગામમાં ભક્તોને થાય છે સૂતેલા હનુમાનજીના દર્શન

Kishor

Last Updated: 12:39 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડાસાના સાકરીયા ગામના આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરમાં કાળીચૌદશ અને શનિવારને લઇ ભગવાનનો વિશેષ શણગાર કરાયો હતો.

  • અરવલ્લીના હનુમાનજીના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ 
  • અરવલ્લીમાં ગુજરાતનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર 
  • મોડાસાના સાકરીયા ગામના ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તો ઉમટ્યા 
  • કાળીચૌદશ અને શનિવારને લઇ ભગવાનનો વિશેષ શણગાર કરાયો 

દિવાળીના તહેવારને લઈને મીની વેકેશન જેવો માહોલ છે. ત્યારે લોકો પોતાના પરીજનો સાથે પ્રવાસ અને ધાર્મિક સ્થળોની મુલાકાતના આયોજનો કરી રહ્યા છે. જેના ભાગરૂપે અરવલ્લીના હનુમાનજીના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે અરવલ્લીમાં આવેલ ગુજરાતના એક માત્ર સુતેલા હનુમાનજીના મંદિરે પણ ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો.

sutela hamuman01

કાળીચૌદશ અને શનિવારને લઇ ભગવાનનો વિશેષ શણગાર કરાયો 

મોડાસાના સાકરીયા ગામના ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા. કાળીચૌદશ અને શનિવારને લઇ ભગવાનને વિશેષ શણગાર કરાયો હતો. જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળી ધન્યતા અનુભવી હતી. વધુમાં હનુમાનજી મહારાજને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. વધુમાં કાળી ચૌદશ નિમિત્તે હનુમાનજીના દર્શનનું મહત્વ પણ ખૂબ ઓછું હોય છે. વધુમાં રાતે હનુમાનજી મંદિરમાં કરાશે 101 દિવડાની આરતી પણ કરાઈ હતી.

આવો છે મંદિરનો ઈતિહાસ

ગુજરાતમાં એક અને ભારતમાં માત્ર બે જ જગ્યાએ સુતેલા હનુમાનજીની મૂર્તિઓ સ્થપાયેલ છે. જેમાં એક અરવલ્લી જીલ્લામાં અને બીજી ઇલાહબાદમાં ત્રિવેણી સંગમ ખાતે હનુમાન દાદાની મૂર્તિની પૂજા થાય છે. ગુજરાતના આ મંદિરને ભીડ ભંજન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. મંદિરનો ઈતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલો છે.અહી મૂર્તિ પ્રગટ થયા બાદ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ