બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / icc u19 mens world cup 2024 indian team schedule group fixtures

U19 World Cup / ICCએ વર્લ્ડ કપનો શેડ્યૂલ કર્યો જાહેર, 20 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયા રમશે પહેલી મેચ, ચાર ગ્રુપમાં વહેંચાઈ ટીમો

Manisha Jogi

Last Updated: 07:26 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 4 ગૃપમાં ચાર-ચાર ટીમ રાખવામાં આવી છે. ભારતીય ટીમ 20 જાન્યુઆરીથી પોતાનું અભિયાન શરૂ કરશે.

  • મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર
  • 4 ગૃપમાં ચાર-ચાર ટીમ રાખવામાં આવી
  • સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે 

મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 19 જાન્યુઆરીથી આ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે, આ ટુર્નામેન્ટમાં 41 મેચ રમવામાં આવશે. 11 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ 20 જાન્યુઆરીથી પોતાનું અભિયાન શરૂ કરશે. 

ICCએ U19 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કર્યું છે, આ વર્ષે વર્લ્ડ કપમાં 4 ગૃપ બનાવવામાં આવ્યા છે. 4 ગૃપમાં ચાર-ચાર ટીમ રાખવામાં આવી છે. તમામ ટીમ પોતાના ગૃપની અન્ય 3 ટીમ સાથે એક એક મેચ રમશે. ચાર ગૃપમાં ટોપ 3 ટીમ નેક્સ્ટ રાઉન્ડમાં પહોંચશે. બીજા રાઉન્ડમાં કુલ 12 ટીમ હશે. તમામ ટીમ અન્ય ગૃપની બે ટીમો સાથે એક એક મેચ રમશે. આ રાઉન્ડમાં તમામ ટીમ બે બે મેચ રમશે. ત્યાર પછી ટોપ 4 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 

ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, યુએસએ
ગ્રુપ B: ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડીઝ, સ્કોટલેન્ડ
ગ્રુપ C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામીબિયા
ગ્રુપ D: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ

ભારતીય ટીમ ગૃપ સ્ટેજમાં પહેલી મેચ 20 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશ સામે, બીજી મેચ 25 જાન્યુઆરીના રોજ આયર્લેન્ડ સામે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીના રોજ અમેરિકા સામે રમશે.

વર્ષ 1988થી U19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1998 પછી દર બીજા વર્ષે U19 વર્લ્ડ કપ યોજવામાં આવે છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચ વાર ચેમ્પિયન ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વાર અને પાકિસ્તાને બે વાર આ ખિતાબ જીત્યો છે. બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝે પણ એક એક વાર આ ટ્રોફી જીતી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ