બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / icc set to confirm new york as venue for t20 world cup

ICC T20 વર્લ્ડ કપ 2024 / તો અહીં યોજાઇ શકે છે T20 વર્લ્ડકપ 2024ની મેચ, ટૂંક સમયમાં ICC કરી શકે છે મોટું એલાન

Manisha Jogi

Last Updated: 12:45 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ આ મેચ બ્રોંક્સના વાન કોર્ટલેન્ડ પાર્કમાં થવાની હતી. હવે ICC ન્યૂયોર્ક સિટીથી 30 માઈલ દૂર આવેલ એક સ્ટેડિયમને T20 વર્લ્ડ કપ 2024ની મેજબાની આપશે.

  • આ સ્ટેડિયમ 34 હજાર દર્શકોની ક્ષમતા ધરાવે છે
  • ICC ટૂંક સમયમાં નિર્ણય લેશે
  • આ મેચ બ્રોંક્સના વાન કોર્ટલેન્ડ પાર્કમાં થવાની હતી

ICC ન્યૂયોર્ક સિટીથી 30 માઈલ દૂર આવેલ એક સ્ટેડિયમને T20 વર્લ્ડ કપ 2024ની મેજબાની આપશે. આ સ્ટેડિયમ 34 હજાર દર્શકોની ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ પણ રમાઈ શકે છે. ICC આ સ્ટેડિયમ બાબતે ટૂંક સમયમાં અધિકૃત નિર્ણય લેશે. આગામી વર્ષના T20 વર્લ્ડ કપની મેજબાની વેસ્ટઈન્ડિઝ અને US પાસે છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ આ મેચ બ્રોંક્સના વાન કોર્ટલેન્ડ પાર્કમાં થવાની હતી, પરંતુ પાર્કની આસપાસ રહેતા કેટલાક સ્થાનિક લોકોએ લીગનો વિરોધ કર્યા પછી બ્રોંક્સની યોજનાને પડતી મુકવામાં આવી છે. ન્યૂયોર્કને વર્લ્ડકપની કેટલીક મેચની મેજબાની સોંપવામાં આવી છે. અમેરિકામાં ક્રિકેટને આગળ વધારવા માટે ICCમાં માંગ કરવામાં આવી રહી છે. 

આ દેશ વૈશ્વિક સ્તરે ઝડપથી આગળ આવતું ક્રિકેટ બજાર છે અને ICC તેનો લાભ મેળવવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે, ICC આયોજન માટે USA મીડિયા અધિકાર ડોલર મૂલ્યના મામલે ટોપ-4 દેશમાંથી એક છે. T20 વર્લ્ડ કપ માટે USAનું સહ-નામાંકન કરવું તે ICCનું એક મહત્ત્વપૂર્ણ પગલું હતું. 

અમેરિકામાં ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ તે ICC માટે ચિંતાનો વિષય છે. MLCA એ ઉદઘાટન સત્ર માટે ડલાસમાં 15 હજાર સીટ ધરાવતા ફ્લેગશિપ સ્ટેડિયમનું અનાવરણ કર્યું, પરંતુ મિયામી પાસે સેન્ટ્રલ બ્રોવાર્ડ પાર્કની સાથે સાથે ફ્લડલાઈટ અત્યાધુનિક ક્રિકેટ સંરચનાનો અભાવ છે. 

આઈજનહાવર પાર્ક સમજૂતીથી અમેરિકામાં સ્થાન સંબંધે ICCની મોટાભાગની સમસ્યા દૂર થશે. ICCએ USAને 20 મેચની મેજબાની આપી છે, ત્રણ મેદાન પર મેચ રમાઈ શકે છે. જેમાં MLC વેન્યૂ, ઉત્તરી કેરોલિનાના મોરિસવિલેમાં આવેલ ચર્ચ સ્ટ્રીટ પાર્કને પણ વર્લ્ડ કપની કેટલીક મેચની મેજબાની આપી શકાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ