બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / I have heard that Rajkot legally sleeps in the afternoon: CJI Chandrachud's statement shocked after hearing Gujarati address

રાજકોટ / મેં સાંભળ્યું છે કે રાજકોટ કાયદેસર રીતે બપોરે સૂઈ જાય છે:CJI ચંદ્રચૂડનું ફાંકડું ગુજરાતી સંબોધન સાંભળી ચોંકી જશો

Vishal Khamar

Last Updated: 04:02 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં CJI ચંદ્રચુડે ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. શનિવારે ચંદ્રચુડ રાજકોટનાં મહેમાન બન્યા હતા. નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદીએ CJI ના સંબોધનની પ્રસંશા કરી હતી. તેમજ ગુજરાતી ભાષામાં લોકો સાથે જોડાવાનાં પ્રયત્નને બિરદાવ્યો હતો.

  • CJI ચંદ્રચુડના PM મોદીએ કર્યા વખાણ 
  • PM મોદીએ CJIના સંબોધનની કરી પ્રશંસા 
  • ગુજરાતી ભાષામાં લોકો સાથે જોડાવાના પ્રયત્નને બિરદાવ્યો

 શનિવારે રાજકોટના મહેમાન બનેલા દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડના રાજકોટ અને રાજકોટ શહેરના ફુડ અંગે આપેલા નિવેદનને લઇ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે, - આપણી સર્વોચ્ચ અદાલતના આદરણીય મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે! ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો આ સરાહનીય પ્રયાસ. પીએમ મોદીએ ટ્વીટ કરી ચંદ્રચુ઼ડના રાજકોટના વીડિયોની લિંક પણ મુકી છે. મહત્વનું છે કે રાજકોટમાં જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેનું સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના હસ્તે નવા બિલ્ડિંગનુ ઉદ્ઘાટન કરાયું હતું. જ્યાં ચંદ્રચુડે રાજકોટના ભોજન અને લોકોના વખાણ કરતાં લોકોને ગુજરાતીમાં સંબોધન કર્યું. ચીફ જસ્ટીસે જયશ્રીકૃષ્ણ કહીને રાજકોટ વાસીઓને મજામાં છો ને તેમ ગુજરાતીમાં પુછતાં ઉપસ્થિત સૌ કોઇ લોકો ચંદ્રચુડની ગુજરાતી ભાષા પર અચંબિત થયા હતા. ચંદ્રચુડના આ પ્રયાસના પીએમ મોદીએ વખાણ કર્યા છે.

 

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે શનિવારે ગુજરાતમાં રાજકોટ જિલ્લા અદાલતની ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે,અહીંના લોકો સમયની સાથે બદલાવને અપનાવી રહ્યા છે અને તેમની સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, સ્વપ્નોની વાત કરતાં, મને એક રસપ્રદ કહેવત યાદ આવે છે જે ગુજરાતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેઓ કહે છે કે, જ્યારે બાકીનું વિશ્વ નવી ટેક્નોલોજી પાછળ દોડે છે, ત્યારે એક ગુજરાતી સરળ વસ્તુઓમાં પણ નવીનતા લાવવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, ચાના બ્રેકને બિઝનેસ વ્યૂહરચના મીટિંગમાં ફેરવવું એ ઉત્તમ ગુજરાતી હુનર છે.

સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશે જીલ્લા અદાલતની ઈમારતનાં ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે, ન્યાયતંત્રમાં ટેક્નોલોજીનું અનુકૂલન માત્ર આધુનિકીકરણ માટે જ નથી પરંતુ ન્યાયની પહોંચને લોકશાહી બનાવવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું પણ છે. તેમણે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વકીલોને તાલીમ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે અહીં એક રાજકોટ જિલ્લા અદાલતની ઇમારતના ઉદ્ઘાટન પ્રસંગે એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ પ્રગતિનો લાભ લેવાથી અંતરને દૂર કરવામાં અને કાર્યક્ષમતા વધારવામાં મદદ મળશે અને ખાતરી થશે કે ન્યાય વિતરણ ભૌગોલિક અને તકનીકી અવરોધોથી મુક્ત છે. તેમણે સ્થળ પરથી AI-આધારિત "ટેક્સ્ટ-ટુ-સ્પીચ કોલ-આઉટ સિસ્ટમ"નું પણ ઉદ્ઘાટન કર્યું.

વાંચવા જેવું: GIDCને લઈને ગુજરાત સરકારનું મોટું એલાન: પરત કરી શકાશે વણવપરાયેલી જમીન, સામે મળશે આટલા રૂપિયા

વકીલોને ટેક્નોલોજીના ઉપયોગની તાલીમ આપવામાં આવેઃ DY ચંદ્રચુડે (સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ )
આ સાથે જિલ્લા અદાલતોના મહત્વ પર પ્રકાશ પાડતા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, આ અદાલતો ન્યાયના અધિકારને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને એવા સમાજની કલ્પના કરવામાં આપણા બંધારણના આદર્શોનો પાયાનો પથ્થર છે જ્યાં દરેક નાગરિકને ન્યાય મળે છે." અધિકારોની ખાતરી આપવામાં આવે છે. ન્યાયાધીશ ચંદ્રચુડે કોર્ટ સંકુલમાં અદ્યતન ઓડિયો-વિડિયો સાધનો અને સિસ્ટમોથી સજ્જ કોન્ફરન્સ રૂમ અને ટ્રેનિંગ રૂમ વિશે કહ્યું પણ કહ્યું હતું. આ સાથે તેમણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને પણ અપીલ કરી હતી કે, વકીલોને ટેક્નોલોજીના ઉપયોગની તાલીમ આપવામાં આવે અને તેઓ તે પાસામાં ન્યાયાધીશોથી અલગ ન રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ