બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Hydrogen powered train to be ready in India next year: Railway Minister

નવું ઈંધણ / 2023થી ભારતમાં હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો દોડશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું એલાન

Hiralal

Last Updated: 08:39 AM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત હવે હાઈડ્રોજનથી ટ્રેન દોડાવવાનો પ્લાન કરી રહ્યું છે અને 2023 સુધીમાં આવી ટ્રેન દોડતી થઈ જશે તેવો દાવો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો છે.

  • હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન દોડાવવાની ભારતની તૈયારી 
  • 2023માં થઈ જશે પ્લાન તૈયાર
  • કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો મોટો દાવો 
  • જર્મનીએ ગત મહિને હાઈડ્રોજન ટ્રેન લોન્ચ કરી છે 

કેન્દ્રીય ટેલિકોમ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશાના ભુવનેશ્વરમાં એસઓએ યુનિવર્સિટીમાં બોલતા એવું કહ્યું કે ભારતમાં હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન દોડાવવાનો સરકારનો પ્લાન છે અને 2023 સુધીમાં આવી ટ્રેનો દોડતી થઈ જશે અને તેને માટે કામ ચાલી રહ્યું છે. જર્મનીમાંથી પ્રેરણા લઈને ભારતે હાઈડ્રોજન ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ગત મહિને જર્મનીએ હાઈડ્રોજનથી ચાલતી 14 ટ્રેનો લોન્ચ કરી દીધી છે જે સારી રીતે ચાલી રહી છે અને તેને કારણે ઈંધણનો ઓછો ખર્ચ આવે છે અને પ્રદૂષણની માત્રામાં પણ મોટો ઘટાડો થાય છે. 

હાઈડ્રોજન ટ્રેનની ખાસિયત  
ચાલુ વર્ષના ઓગસ્ટમાં જર્મનીએ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન લોન્ચ કરી દીધી છે જે વિશ્વની પહેલી ટ્રેન છે. ફ્રાન્સની કંપની અલસ્ટોમ હાઈડ્રોજનથી ચાલતી 14 ટ્રેનોનું નિર્માણ કર્યું છે. હાઇડ્રોજનથી ચાલતી દરેક ટ્રેન એક સાથે 999 કિમીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવતી હશે. તેની મહત્તમ ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ ટ્રેનમાં હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. 

દૂરના અને બાકી રહેલા વિસ્તારોમાં ટ્રેન સેવા શરુ કરાશે 
વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલવે તેની સ્પીડ પાવર ટર્મિનલ પોલિસી દ્વારા દેશના દૂરના અને સંપર્ક વિહોણા વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે અને આ નીતિ હેઠળ કામ ઝડપથી ચાલી રહ્યું છે. "સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ, જે દેશની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક છે, તેને ભારતમાં ઇન-હાઉસ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવી છે. આ ટ્રેન છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારની ખામી વગર સારી રીતે ચાલી રહી છે. તેમણે કહ્યું કે આઇસીએફ ચેન્નઈમાં આવી વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તે રેલ્વે ટ્રેક પર દોડતી જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ