બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / human population start falling from 2050 know the reason

ચોંકાવનારું સંશોધન / OMG! 2050 બાદ માનવ વસ્તીમાં થઇ જશે મોટો ઘટાડો, કારણ છે ચોંકાવનારા

Bijal Vyas

Last Updated: 03:56 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણસોને 100થી 200 કરોડ થવામાં 125 વર્ષ લાગ્યા હતા. પરંતુ 700થી 800 કરોડ થવામાં માત્ર 12 વર્ષ લાગ્યા હતા. હવે 2050 સુધીમાં 900 કરોડ થવામાં 27 વર્ષ લાગી રહ્યાં છે. વાંચો રિપોર્ટ..

  • માણસોની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે
  • ભવિષ્યમાં સાફ હવા માટે પણ તરસવાનું થઇ શકે છે
  • 2058 સુધીમાં વસ્તી 1000 કરોડને પાર કરી જશે

દિવસે દિવસે વસ્તીમાં  સતત વધારો થઇ રહ્યો છે. માણસોને 100થી 200 કરોડ થવામાં 125 વર્ષ લાગ્યા હતા. છેલ્લા 15 નવેમ્બરના રોજ ધરતી પર હોમો સેપિયંસની સંખ્યા 800 કરોડ થઇ ગઇ છે, પરંતુ 700થી 800 કરોડ થવામાં માત્ર 12 વર્ષ લાગ્યા હતા. હવે 2050 સુધીમાં 900 કરોડ થવામાં 27 વર્ષ લાગી રહ્યાં છે. એટલે કે માણસોની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે. તેના કારણે ખૂબ જ જરુરી છે કે ભવિષ્યમાં સાફ હવા માટે પણ તરસવાનું થઇ શકે છે. 

UN DESAના વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2037માં 900 કરોડની વસ્તી થશે. 2058 સુધીમાં વસ્તી 1000 કરોડને પાર કરી જશે. પરંતુ આવું થતું દેખાઇ રહ્યું નથી. માનવીની વધતી જતી વસ્તીના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ઓછી વસ્તીને ઓછી ઉર્જા જરૂર પડે છે.

વધારે વસ્તી હોય તો ઊર્જા અને સંસાધનોનો ઉપયોગ પણ વધુ થાય છે. આર્થિક અસંતુલન બને છે. ભવિષ્યમાં એવી નીતિઓ બનાવવી પડશે, જેનાથી સમાજ, આર્થિક સ્થિતિ અને પર્યાવરણ પ્રમાણે વધતી વસ્તીને ફાયદો થાય. અહીં જે સ્ટડીની વાત કરવામાં આવી રહી છે તે ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવી છે. આમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે આખી દુનિયાના 10 ટકા અમીર લોકો વધુ વપરાશ કરે છે. જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. જે સામાન્ય માણસે ભોગવવુ પડે છે.

Tag | VTV Gujarati

ઘણા દેશોની વસ્તી ઉચ્ચતમ સ્તરે 
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, માણસોઓની સૌથી મોટી લક્ઝરી કાર્બન અને બાયોસ્ફેયરનો વપરાશ છે. તેમની વસ્તી નથી. જ્યાં પણ વસ્તી ઝડપથી વધી રહી છે ત્યાં માથાદીઠ પર્યાવરણીય ફૂટપ્રિંટ્સ ખૂબ ઓછી છે. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ઘણા દાયકાઓ પહેલા વસ્તી તેના ઉચ્ચતમ સ્તરે ચાલી રહી છે.

આફ્રિકામાં થઇ રહ્યો છે વસ્તી વધારો
આ નવા સ્ટડીમાં દસ દેશોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ચીનથી લઈને અમેરિકા અને આફ્રિકા સુધીના સબ-સહારન દેશો સામેલ હતા. હાલમાં અંગોલા, નાઇગર, કોંગો અને નાઇજીરીયા જેવા આફ્રિકન દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર સૌથી વધુ છે. એશિયન દેશોમાં અફઘાનિસ્તાન સૌથી વધુ દર ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ સદીમાં આવનારી બે સ્થિતિઓ પર ધ્યાન આપ્યું.

સદીના અંત સુધીમાં વસ્તી 600 થી 760 કરોડ થઈ જશે.
ટુ લિટલ ટુ લેટઃ દુનિયા 1980 થી ઘણી બદલાઈ ગઈ છે. જન્મ દર, બચત, ઉધારની સ્તર, ટેક્સ રેટ, આવકનું મોડલ બધું જ બદલાઈ ગયું છે. તેની ગણતરી મુજબ, આ સદીના મધ્ય સુધીમાં, પૃથ્વી પર માનવીની વસ્તી 880 કરોડ હોવી જોઈએ. પરંતુ બાદમાં 2100 સુધીમાં તે ઘટીને 730 કરોડ થઈ જશે.

તેનું કારણ છે વૈશ્વિક અસંતુલન, પર્યાવરણીય ફૂટપ્રિંટ, વાઇલ્ડલાઇફનું લુપ્ત થવું આર્થિક સ્થિતિ અને વસ્તીને વધુ બરબાદ કરશે. સૌથી સારી સ્થિતિ જે માનવામાં આવી રહી છે તે છે જાયન્ટ લીપ. એટલે કે 2040 સુધીમાં માણસોની સંખ્યા 850 કરોડ થઈ જશે. પરંતુ સદીના અંત સુધીમાં તે ઘટીને 600 કરોડ થઈ જશે. એકંદરે, વસ્તીમાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ આર્થિક અસંતુલન અને જળવાયુ પરિવર્તન હશે.

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો હતો?
છેલ્લા કેટલાક દાયકાઓથી માનવ વસ્તીના વધારાના દરમાં ઘટાડો થયો છે. પરંતુ આમ છતાં આપણી વસ્તી 2037 સુધીમાં 900 કરોડ અને 2058 સુધીમાં 1000 કરોડ થઈ જશે. આ અંદાજ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સંશોધકનું કહેવું છે કે, શું હું પૃથ્વી પર વધારાનો છું? પૃથ્વી આપણે મનુષ્યોનો બોજ કેવી રીતે ઉઠાવશે. આની બે બાજુઓ છે - પ્રથમ કુદરતી મર્યાદાઓ અને માનવીઓની પસંદગીઓ છે.

માનતા ન હતા પણ લોકોનું ફરવાનું આખરે પડ્યું ભારે, અસર દેખાવા લાગી, અહીં આવવા  લાગ્યા કોરોનાના કેસ | side effect of tourists crowd in the hill stations

માણસનો સ્વભાવ - લાલચ અને મૂર્ખાઇ ભર્યા કામ
સંશોધક  કહે છે કે, માણસોને મૂર્ખતાભર્યા કામો અને લોભ કરવાની ખરાબ ટેવ હોય છે. વધુ ઇંધણ માટે અશ્મિભૂત ઇંધણનો દુરુપયોગ થશે. પરિણામે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધુ થશે. જેના કારણે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ વધશે, ગ્લેશિયર્સ પીગળી જશે,  દરિયાની સપાટી વધશે, જમીન સમુદ્રમાં ભળી જશે, હવામાન બદલાશે, વધુ ગરમી પડશે, કમોસમી વરસાદ પડશે, શિયાળો ટૂંકો કે લાંબો થઇ શકે છે.

વધતી જતી વસ્તી મુજબ માણસને 1.75 પૃથ્વીની જરૂર છે
ડબ્લ્યુડબ્લ્યુએફ અને ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક અનુસાર, જે દરે માણસની વસ્તી વધી રહી છે, તે પ્રમાણે આપણી પૃથ્વી સંકોચાઈ જશે. મનુષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે 1.75 વધુ પૃથ્વીની જરૂર છે. એટલે કે અત્યારે જે છે તેમાં 75 ટકાનો હજી વધારો થવો જોઈએ. પરંતુ હવે આવું થવુ શક્ય નથી.

સૌથી વધારે વસ્તી આ 8 દેશોમાં વધશે, રોકવી થશે મુશ્કિલ 
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વના જે આઠ દેશોની વસ્તી સૌથી ઝડપથી વધશે તે છે કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરીયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયા. 2050 સુધીમાં, જે પણ વસ્તી વધી રહી છે, તેમાં અડધાથી વધુ આફ્રિકાના સબ-સહારન દેશો દ્વારા યોગદાન આપવામાં આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ