બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / human composting turning human body into compost works know how it works

નવું નવાઈનું / સળગતી લાશના પ્રદૂષણમાંથી મુક્તિનો ઉપાય ! ડેડબોડીમાંથી અહીં બનાવાઈ રહ્યું છે ખાતર, કેવી રીતે

Hiralal

Last Updated: 09:05 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં લાશમાંથી ખાતર બનાવવાનો એક નવો પ્રયોગ શરુ થયો છે જે સળગતી લાશના પ્રદૂષણમાંથી મુક્તિ અપાવી શકે છે.

  • સળગતી લાશ ભયંકર પ્રદૂષણ પેદા કરે છે
  • અમેરિકામાં શરુ થયો લાશમાંથી ખાતર બનાવવાનો પ્રયોગ
  • ઘણા રાજ્યોમાં ચાલી રહ્યો છે પ્રયોગ 
  • લોકોને લાશ ખાતર બનાવવા આપવા સમજાવાઈ રહ્યાં છે 

સળગતી લાશ સૌથી વધારે પ્રદૂષણ ઝેરી કરી મૂકે છે પરંતુ હવે આ ધાર્મિક રીતરીવાજ હોવાથી તેમાં કઈ શકે તેમ નથી. એકમાત્ર હિંદુઓ જ લાશને અગ્નિને હવાલે કરે છે પરંતુ આ બધામાં સળગતી લાશનો જે ધૂમાડો નીકળે છે તેનાથી તો તોબા તોબા. સળગતી લાશના પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય મળી જાય તો કેવું લાગે. હાલમાં આવો એક ઉપાય ચાલી રહ્યો છે પરંતુ દુનિયાને હવે ખબર પડી છે. 

અમેરિકામાં ચાલી રહ્યું છે લાશમાંથી ખાતર બનાવવાનું કામ  
2019ની સાલથી અમેરિકાના કેટલાક રાજ્યોમાં લાશમાંથી ખાતર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલમાં કેલિફોર્નિયા, કોલોરાડો, ઓરેગોનમાં લાશને સળગાવવામાં નથી આવતી પરંતુ પરિવારની ઈચ્છાનુસાર તેમાંથી ખાતર બનાવાય છે અને હવે ન્યૂયોર્કમાં શરુ થઈ છે. 

કેવી રીતે લાશનું ખાતર બને છે 
માનવ મૃતદેહોને ખાતરમાં રૂપાંતરિત કરવા માટે ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ અપનાવવામાં આવે છે. તે 'કુદરતી કાર્બનિક ઘટાડા' ની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. શરીરને એક ચેમ્બરમાં રાખવામાં આવે છે. તેમાં લાકડાની ચિપ્સ, સ્ટ્રો અને ઓર્ગેનિક મિશ્રણ ઉમેરવામાં આવે છે. જૈવિક મિશ્રણમાં રહેલા સુક્ષ્મજીવો શરીરનો નાશ કરે છે. આ રીતે 30 દિવસની અંદર લાશ ફળદ્રુપ ખાતરમાં ફેરવાઈ જાય છે. 

આ ખાતર કેટલું સુરક્ષિત? 
આ સવાલ પર નિષ્ણાતોનું માનવું છે કે માનવ શબને એવી પ્રક્રિયા કરવામાં આવે છે કે રોગોને પ્રોત્સાહન આપતા સૂક્ષ્મજીવોનો નાશ થાય છે, જો કે પ્રક્રિયાના 30 દિવસ પછી પણ, ચેપ ફેલાવાનું જોખમ સંપૂર્ણપણે નકારી શકાય નહીં. 

અમેરિકાની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવશે 
મૃત શરીરમાંથી ખાતર બનાવવાની પદ્ધતિ અમેરિકાની જૂની સમસ્યાને હલ કરવાનું કામ કરશે. અમેરિકામાં લગભગ 10 લાખ એકર જમીન સ્મશાન માટે અનામત રાખવામાં આવી છે. આ ભૂમિ પર એક છોડ પણ ઉગી શકે કે જંગલી પ્રાણીઓને આશરો આપી શકાય તેવું નથી. આ સાથે જ દર વર્ષે શબપેટીઓ બનાવવા માટે લાખો એકર નષ્ટ થઈ જાય છે. ડેડ બોડી પર કોટિંગ લગાવવા માટે 8 લાખ ગેલન કોટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે માનવ કમ્પોસ્ટિંગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ