- કુંડળીમાં ગુરૂ છે કમજોર?
- તો આવી શકે છે દરેક કામમાં અડચણ
- અપનાવો આ 6 ઉપાય
વૈદિક જ્યોતિષમાં નવગ્રહ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમાંથી દેવતાઓના ગુરૂ કહેવાતા ગુરૂ મહત્વના સ્થાન પર છે. જો કોઈ જાતકની કુંડળીમાં દેવગુરૂ બૃહસ્પતિ કમજોર સ્થિતિમાં છે તો તે વ્યક્તિને પોતાના જીવનમાં કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આવા જાતકોને શારીરિકની સાથે માનસિક અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જાણો કુંડળીમાં કમજોર ગુરૂને મજબૂત કરવાના ઉપાય અને ગુરૂ કમજોર હોવાના લક્ષણ વિશે.
કમજોર ગુરૂના લક્ષણ
- વૈદિક જ્યોતિષમાં ગુરૂ ગ્રહને જ્ઞાનના કારક ગ્રહ માનવામાં આવે છે. જો કોઈ જાતકની કુંડળીમાં ગુરૂ કમજોર હોય છે તો તે વ્યક્તિના અભ્યાસમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે.
- દેવગુરૂ બૃહસ્પતિ ધનનો કારક ગ્રહ પણ છે. વૈદિક જ્યોતિષ અનુસાર જે જાતકોની કુંડળીમાં ગુરૂ કમજોર હોય છે તે વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળતો. તેને પોતાના જીવનમાં ખૂબ વધારે ધન હાનિનો સામનો કરવો પડે છે.
- જે જાતકની કુંડળીમાં ગુરૂ ગ્રહ કમજોર હોય છે. તેમને ગળા, ફેફસા, શ્વાસ, કાન અને આંખ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- આવા જાતકોને ગેસ, કબજીયાત અને અપચા જેવી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે. તેમનું પાચન તંત્ર કમજોર થઈ જાય છે.
- ગુરૂ કમજોર થવા પર જાતકને માન-સન્માન પણ ગુમાવવું પડે છે.
બૃહસ્પતિને મજબૂત કરવાના ઉપાય
- વૈદિક જ્યોતિષ અનુસાર જે જાતકોની કુંડળીમાં ગુરૂ ગ્રહ કમજોર હોય છે. તેમણે આ મંત્રનો 3, 5 અથવા 16 વખત નિયમિત જાપ કરવો જોઈએ. ‘ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरवे नमः’. દરરોજ સંભવ ન હોય તો ગુરૂવારે જરૂર આ કામ કરો. તેના ઉપરાંત જાતક ‘ॐ बृं बृहस्पतये नमः।। ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः।। ॐ ह्रीं नमः। ॐ ह्रां आं क्षंयों सः ।।’ આ મંત્રનો પણ જાપ કરી શકે છે.
- કમજોર ગુરૂને મજબૂત કરવા માટે ગુરૂવારનું વ્રત કરો.
- ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો.
- જ્યોતિષી સાથે વાત કર્યા બાદ પુખરાજ રત્ન ધારણ કરવો જોઈએ.
- ગરૂ ગ્રહને મજબૂતી આપવા માટે ગુરૂવારના દિવસે જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, પૈસા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
- દેવ ગુરૂ બૃહસ્પતિને મજબૂત કરવા માટે કેસરનું દાન પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.