હવે ઘરે ઘરે ગેસ રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમને ખબર છે કે, LPG ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ પણ હોય છે. અહીંયા અમે તમને LPG ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ વિશે જણાવી રહ્યા છીએ.
રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે
LPG ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ પણ હોય છે
કેવી રીતે નક્કી થાય છે LPG ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ
લગભગ તમામ ઘરોમાં રસોઈ બનાવવા માટે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. એક સમય એવો પણ હતો જ્યારે સીમાંત વિસ્તારોમાં મહિલાઓ રસોઈ બનાવવા માટે લાકડા અને ચૂલાનો ઉપયોગ કરતી હતી. હવે ઘરે ઘરે રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમને ખબર છે કે, LPG ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ પણ હોય છે. અહીંયા અમે તમને LPG ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ વિશે જણાવી રહ્યા છીએ.
ગેસ સિલિન્ડરની ત્રણ પટ્ટીઓ હોય છે. તેના પર અનેક મહત્ત્વપૂર્ણ ડિટેઈલ્સ લખેલી હોય છે. ગેસ સિલિન્ડરની આ પટ્ટીઓ પર A -23, B-25, C-24, D-23 લખેલું હોય છે. આ અક્ષરોમાં અનેક મહત્ત્વપૂર્ણ ડિટેઈલ્સ હોય છે. આ અલ્ફાન્યૂમેરિક અંક LPG ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ વિશે જણાવે છે. અંગ્રેજીમાં A, B, C, D લખેલ હોય છે, જે મહિનાની જાણકારી આપે છે.
આ આલ્ફાબેટની સાથે અંક પણ લખેલ હોય છે, જે વર્ષ દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો C-24 લખેલ. જેનો અર્થ છે કે, આ ગેસ સિલિન્ડર જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં એક્સપાયર થઈ જશે. આ પ્રકારે તમે સરળતાથી ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ વિશે જાણી શકો છો.