બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / How much inflation in the world? India at number 10, worse situation than us in US-UK

ફુગાવો / દુનિયામાં ક્યાં કેટલી મોંઘવારી? 10માં નંબર પર ભારત, US-UKમાં આપણાથી ખરાબ પરિસ્થિતિ

Megha

Last Updated: 05:34 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આપવામાં આવેલા વાર્ષિક ફુગાવાના ડેટા પર નજર કરીએ તો આખા વિશ્વમાં ફુગાવાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે તુર્કી અને આર્જેન્ટિના છે.

  • દુનિયાની મોટી ઈકોનોમીની સરખામણીમાં ભારતમાં મોંઘવારી ઓછી 
  • તુર્કી-આર્જેન્ટિના મોંઘવારીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ 
  • અમેરિકાથી કરીને બ્રિટનની પણ હાલત ખરાબ 

મોંઘવારી ફક્ત ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વભરના દેશો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો દુનિયાની મોટી મોટી ઈકોનોમીની સરખામણીમાં ભારતમાં ઓછી છે. જો આપણે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આપવામાં આવેલા વાર્ષિક ફુગાવાના ડેટા પર નજર કરીએ તો આખા વિશ્વમાં ફુગાવાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે તુર્કી અને આર્જેન્ટિના, જ્યાં વાર્ષિક ફુગાવાનો દર 83 ટકાને વટાવી ગયો છે. 

તુર્કી-આર્જેન્ટિના સૌથી વધુ અસરગ્રસ્ત દેશ 
જણાવી દઈએ કે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સમાં વિશ્વભરના દેશોમાં વાર્ષિક ધોરણે મોંઘવારી દરનો ડેટા રજૂ કરવામાં આવ્યો આવતો હોય છે અને આ ડેટા મુજબ ફુગાવાના સંદર્ભમાં તુર્કી ટોચ પર છે અને ત્યાં મોંઘવારી 83.4 ટકાના સ્તરે પહોંચી ગઈ છે. તુર્કી પછી પછી બીજા નંબર પર આર્જેન્ટીનાનું નામ આવે છે. આર્જેન્ટીનામાં વાર્ષિક મોંઘવારી દર 83 ટકાના સ્તરે પહોંચી ગયો છે. 

અમેરિકાથી કરીને બ્રિટનની પણ હાલત ખરાબ 
ફુગાવાના આ ડેટા મુજબ તુર્કી અને આર્જેન્ટિના પછી 14.5 ટકા સાથે નેધરલેન્ડ, 13.7ટકા સાથે રશિયા, 11.9 ટકા સાથે ઇટાલી અને 10.4 ટકા સાથે જર્મની છે. આ સિવાય યુકેમાં પણ ફુગાવો રેકોર્ડ બ્રેક 10.1 ટકા પર છે અને વાત કરીએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની તો ત્યાં ફુગાવો વાર્ષિક ધોરણે 8.2 ટકાના સ્તરે પહોંચી ગયો છે. 

ભારતમાં આ દેશો કરતાં વધુ મોંઘવારી 
દક્ષિણ આફ્રિકામાં મોંઘવારીનો દર વાર્ષિક ધોરણે 7.5 ટકા સુધી વધ્યો છે તે જ સમયે ભારત 10માં નંબર પર છે અને ભારતમાં વાર્ષિક મોંઘવારી દર 7.4 ટકા છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા 7.3 ટકા, બ્રાઝિલ 7.1 ટકા, કેનેડા 6.9 ટકા, ફ્રાન્સ 6.2 ટકા, ઈન્ડોનેશિયા 5.9 ટકા અને દક્ષિણ કોરિયા 5.6 ટકા છે. 

ચીન અને જાપાનમાં સૌથી ઓછી મોંઘવારી 
ચીન, જાપાન અને સાઉદીમાં સૌથી ઓછી મોંઘવારી છે. સાઉદીમાં વાર્ષિક ફુગાવાનો દર 3.1 ટકા છે,તો  જાપાનમાં તે 3 ટકા છે. આ સિવાય ચીનમાં સૌથી નીચી ગતિએ ફુગાવો વધ્યો છે, ચીનમાં ફુગાવાનો આંકડો 2.8 ટકા હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ