બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / How much did Anant-Radhika marriage cost? The figure came, it not impact on Ambani family net worth

અટકળોનો અંત / અનંત-રાધિકાના લગ્નમાં કેટલો ખર્ચ થયો?, સામે આવ્યો આંકડો, અંબાણીના પેટનું પાણી પણ નહીં હલે

Hardik Trivedi

Last Updated: 09:32 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 દિવસ ચાલેલો, આ પ્રી-વેડિંગ જલસો પૂર્ણ થઈ ગયો છે. પણ આ ઈવેન્ટની વાતા દુનિયા કાયમ કરતી  રહેશે. લોક-માનસ પટલ પર આ પ્રી-વેડિંગની ખાસ છાપ અંકિત થઈ છે.

અનંત રાધિકાના પ્રી વેડિંગ સેરેમની થઈ ગઈ છે. ત્રણ દિવસની આ ઈવેન્ટ ટોક ઓફ ધ નેશન રહી હતી. સૌ કોઈએ અંબાણી પરિવારની રીચનેસ જોઈ. અંતે લોકમુખે એક જ ચર્ચા થઈ રહી છે કે આ પ્રી-વેડિંગમાં કેટલો ખર્ચ થયો હશે!

આ ઈવેન્ટમાં દેશ-દુનિયાની હસ્તીઓ સામેલ થઈ હતી. બીલ ગેટ્સ હોય  કે માર્ક ઝૂકરબર્ગ હોય કે કિંગખાન કે પછી રજનીકાંત સર  સૌ કોઈ જાનૈયા બની આવ્યા હતા. તો આવેલા મોઘેરા મહેમાનો  માટે આલિશાન ટેન્ટ અને ભવ્ય મંડપમ બનાવવામાં આવ્યા હતા જેના નજારા આપણે સૌ કોઈએ જોયા છે.  


3 દિવસ ચાલેલો, આ પ્રી-વેડિંગ જલસો પૂર્ણ થઈ ગયો છે. પણ આ ઈવેન્ટની વાતા દુનિયા કાયમ કરતી  રહેશે. લોક-માનસ પટલ પર આ પ્રી-વેડિંગની ખાસ છાપ અંકિત થઈ ગઈ છે.
રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ દિલ ખોલી આ ઈવેન્ટમાં પૈસો ખર્ચ્યો છે. ત્રણ દિવસનો કુલ ખર્ચ 1000 કરોડ જેટલો માનવામાં આવે છે. જો કે મુકેશ અંબાણી માટે આ મોટી રકમ નથી. બ્લુમબર્ગના રીપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ આશરે 113 બીલીયન ડોલર છે. 

વધુ વાંચવા જેવું: અક્ષય કુમારથી લઇને બિલ ગેટ્સ... અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં દિગ્ગજોએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ PHOTOS 

ગુજરાત અને તેમાં પણ જામનગરના આંગણે 300થી વધારે વિમાનોની અવર-જવર થઈ હતી. દેશ કે દુનિયાના મહાન હસ્તીઓ જેમાં બીલ ગેટ્સ , મેટાના માર્ક ઝૂકરબર્ગ, કિંગખાન, સલમાન ખાન, રજનીકાંત વગેરે જેવી ફિલ્મી હસ્તીઓ આર્શીવાદ આપવા ગુજરાતની ભુમી પર આવી હતી. સૌ કોઈ રાધિકા અને અનંતને દિલથી આર્શીવાદ આપ્યા  હતા

 
અંબાણી પરિવારના આ પ્રસંગમાં અનેક જાણીતા ચહેરાઓ મહેમાનો બની આવ્યા હતા અને પ્રસંગેને યાદગાર બનાવ્યો હતો.  સૈફ અલી ખાન, શાહરૂખ ખાન તેના પરિવાર સાથે હાજરી આપી હતી. દીપિકા-રણબીર, કેટરિના-વિકી જેવી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. અંબાણી પરિવારે આ ફંકશનમાં ફિલ્મ દિગ્દર્શકોથી લઈને દેશ વિદેશના ગાયકો અને કલાકારોને આમંત્રિત આપ્યું  હતું, જેઓ જામનગર આવીને રંગ જમાવ્યો  હતો. ઉલ્લેખનીય છે કે હોલીવુડ સીંગર રીહાનાને 70 કરોડ આપી  અંબાણી પરીવારે પરફોરમેન્સ કરાવ્યું હતું. 
મહેમાનો માટે સ્પેશલ વિમાનની વ્યવસ્થા કરાઈ હતી.


 જામનગરના નાન એરપોર્ટ પર દિવસની માંડ 6 ફ્લાઈટ આવતી હોય. ત્યાં 3 દિવસમાં 300થી વધુ ફ્લાઈટ આવી હતી. નાનકડાં એરપોર્ટ પર એર ટ્રાફિક મોટા એરપોર્ટ કરતા પણ વધારે જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં અંબાણી પરિવારે આતિથ્ય સત્કારમાં કોઈ કમી રાખી નથી

.  
મહેમાનોની સગવડ સાથે તેમણે આપવામાં આવતી રિટર્ન ગિફ્ટનું પણ પુરેપુરુ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ચમકતા સીતારાઓથી ભરેલા આ ત્રણ દિવસીયના કાર્યક્રમે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.  મુકેશ અંબાણી, જેઓ મોટાભાગે તેમના વ્યવસાયિક જીવનમાં વ્યસ્ત રહેતા હોય છે. સામાન્ય રીતે ગંભીર દેખાતા.  મુકેશ અંબાણી આ પ્રસંગે ભાવુક પણ દેખાયા  હતા.  

તેઓ આ ત્રણ દિવસોમાં સંપૂર્ણ પારીવારીક માણસ જેવા લાગ્યા હતા. પછી તે દરેક મહેમાનની સ્વાગત કરવાનું હોય કે  આવકારવા આપવાનો હોય કે પછી દરેક પ્રસંગે ફેમિલી સાથે ફોટો સેશન કરાવાનું હોય. દરેક જગ્યાએ મુકેશ અંબાણીએ પિતા અને પતિની ફરજ નીભાવતા દેખાયા હતા. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ