બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / Anant-Radhika's Pre-Wedding PHOTOS From Akshay Kumar to Bill Gates

Anant Radhika Wedding / અક્ષય કુમારથી લઇને બિલ ગેટ્સ... અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં દિગ્ગજોએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ PHOTOS

Megha

Last Updated: 09:25 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે  દેશ-વિદેશથી પણ મહેમાનો આવ્યા છે, એવામાં હવે આ પ્રી-વેડિંગ ઈવેન્ટમાંથી ઘણી તસવીરો સામે આવી છે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. 

ઘણા મોટા સ્ટાર્સ ગુજરાતના જામનગર પહોંચી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક જોવા મળી રહી છે.

સાથે જ હાલ પોપ સેન્સેશન રિહાનાના પણ પરફોર્મન્સ આપતા ઘણા વીડીયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. 

ત્રણ દિવસીય ઉજવણીની શરૂઆત કોકટેલ, ડ્રોન શો અને આંતરરાષ્ટ્રીય પોપ આઇકોન રીહાનાના શાનદાર પર્ફોમન્સ સાથે થઈ હતી.

સૌથી પહેલા નીતા અને મુકેશ અંબાણીએ પોતાના રોમેન્ટિક અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ રાજ કપૂરના પ્રખ્યાત ગીત 'પ્યાર હુઆ ઇકરાર હુઆ' પર પરફોર્મ કર્યું હતું. 

સાથે જ પ્રી-વેડિંગ ઈવેન્ટમાંથી ઘણી તસવીરો સામે આવી છે. ચાહકો આતુરતાથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા.  

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જામનગર અને અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી છે. 

વધુ વાંચો: 'અનંતમાં મને મારા પિતા દેખાય છે', એવું શું થયું કે મુકેશ અંબાણીએ પોતાના પિતા ધીરૂભાઇને કર્યા યાદ

રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Anant Radhika Wedding Anant Radhika pre wedding Anant Radhika pre wedding news અનંત અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ Anant Radhika Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ