બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / how can changed name in property after owner death Inheritance process

તમારા કામનું / મિલકત માલિકના મૃત્યુ બાદ વારસદારો કેવી રીતે નામ ચઢાવી શકે, સમજો આખી પ્રોસેસ

MayurN

Last Updated: 04:30 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના વારસદારોને કેવી રીતે વારસાઈમાં નામ ચડાવી શકે છે જાણો ક્યાં નિયમો લાગુ પડે છે.

  • વીલ-વસિયતનામાં મુજબ પ્રોપર્ટીના ભાગલા
  • હિન્દુ સક્સેસન મુજબ મૃત્યુ પછી વારસાઈ

કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી વારસદારના નામે પ્રોપર્ટી કરવા માટે બે પ્રકારો હોય છે 
1. વ્યક્તિએ મૃત્યુ પહેલા વિલ બનાવ્યું હોય તો તે મુજબ.
2. વ્યક્તિના મૃત્યુ પહેલા કોઈ પણ વિલ નથી બનાવ્યું 

વિલ બનાવ્યું હોય તો નામ કેવી રીતે ચડાવવું.
વીલ-વસિયતનામું એટલે કે, કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની પોતાની મિલકત કોને મળે અને તેની વ્યવસ્થા અને વહેંચણી કઈ રીતે થાય તે માટેનો કોઈ લેખ યા દસ્તાવેજ કોઈ વ્યક્તિ બનાવે તો તે વીલ-વસિયતનામું કહેવાય. જો કોઈ વ્યક્તિ પોતાની હયાતી દરમ્યાન વીલ-વસિયતનામું તૈયાર કરી ગયેલ ન હોય તો તેની મિલકત માટે વારસા ધારો લાગુ પડે છે. વીલ-વસિયતનામાનો અમલ વીલ કરનાર વ્યક્તિ ગુજરી ગયા બાદ જ થઈ શકે છે.

વિલ અસ્થાયી દસ્તાવેજ છે
વીલને અસ્થાયી દસ્તાવેજ પણ કહેવામાં આવે છે કારણ કે વિલને બદલી શકાય છે રદ કરી શકાય છે અને વિલ ત્યારે જ જીવંત ગણાય છે જયારે વિલ બનાવનાર વ્યક્તિ મૃત્યુ પામે, જ્યાં સુધી વ્યક્તિ જીવંત છે ત્યાં સુધી આ વિલ મૃત દસ્તાવેજ તરીકે મનાય છે.

વિલનું પ્રોબેટ
ઘણી વાર વિલનો અમલ કરવા માટે અધિકારીઓ દ્વારા વિલનું પ્રોબેટ માંગવામાં આવે છે, પ્રોબેટ એટલે સિવિલ કોર્ટ દ્વારા અસલ વિલની સહી સિક્કા વાળી પ્રમાણિત નકલ 

પ્રોબેટ કેવી રીતે મેળવી શકાય
વ્યક્તિના વારસદાર દ્વારા સિવિલ કોર્ટમાં અરજી કરવાની હોય છે આ અરજીમાં અરજદારે વિલની કોપી જોડવાની હોય છે સાથે જ તેમાં મૃત્યુ માપેલ વ્યક્તિના વારસદારના પુરા નામ સરનામું ઉંમર અને વ્યવસાય લખવાનો રહે છે. અને કોર્ટ તેમને પ્રોબેટ મેળવાની તારીખ આપી દે છે. જયારે આ પ્રોબેટ મેળવવા માટે કોઈ માહિતી છુપાવવામાં આવે છે, તો આ ડોક્યુમેન્ટ ગેરકાયદેસર ગણવામાં આવે છે

નામ ચડાવવાની પ્રક્રિયા 
મ્યુનિસિપલ રેવન્યુ અને સોસાયટીમાં નામ ચડાવવા માટે વ્યક્તિએ પ્રોબેટ આપવાનું રહેશે સાથે મૃત વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર, વિલની ખરી નકલ અને નામ ચડાવા માટેની અરજી અપાવની રહેશે. આ પ્રોસેસ કરતા પહેલા સગાં ભાઈ બહેનોની મંજુરી લેવી હિતાવહ છે. વીલથી થતા નામ ફેરમાં વ્યક્તિએ સ્ટેમ્પ ડ્યુટી લગતી નથી.
 

વિલ કર્યા વગર વ્યક્તિનું અવસાન થાય 
જો વિલ વગર મિલકત ધારક પુરુષ કે સ્ત્રી હોય તો બંને માટે હિન્દુ સક્સેસનમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે, જો પુરુષ વિલ કર્યા વગર અવસાન પામે તો કલમ 8 હેઠળ ચાર શિડયુલ લાગુ પડે. અને જો મહિલા વિલ વગર મૃત્યુ પામે તો કલમ 15 હેઠળ કાયદો લાગુ પડે. જયારે પુરુષ મૃત્યુ પામે ત્યારે તેના વારસદારોમાં પત્ની, પુત્ર પુત્રીઓ, પુત્રના વારસદાર કે પુત્રીના વારસદારનો સમવેશ થાય છે. અને શિડયુલ 1 મુજબ પ્રોપર્ટીના નામ ચડાવવામાં આવે છે. વારસદારે નામ ચડાવા માટે અરજી ફોર્મ ભરવાનું રહે છે. આ ફ્રોમ નગરપાલિકા કે કલેકટર કચેરીમાંથી મળી રહે છે.

તમામ વારસદારને નોટીસ પાઠવાવમાં આવે છે
જયારે કોઈ વારસદારના નામે પ્રોપર્ટી કરવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલ તમામ વારસદારને નોટીસ મોકલવામાં આવે છે. સાથે જ બહેનોએ જો હક જતો કર્યો હોય તો તેમને પણ નોટીસ મોકલવામાં આવે છે. સાથે જ જે મિલકત નામે કરવની હોય છે તેમાં રહેલા તમામ વેરો પણ જોવામાં આવે છે જો કોઈ જુના વેરાઓ બાકી હોય તો તેને ભરવાના રહે છે.

બોજો અને હક જતો કરનારને નોટીસ
જો મિલકત લોન પર લીધી હોય અને બોજો ચડાવવામાં આવ્યો હોય તો લોન આપનારને પણ નોટીસ મોકલવામાં આવે છે. મિલકતમાં નામ ઉમેરાયા બાદ એક નામ કમીની અલગ એન્ટ્રી પાડવામાં આવે છે. જે લોકો હક જતો કરે છે તે લોકોની નામ કમીની એન્ટ્રી પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ