બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Honeymoon Tips 5 mistakes during honeymoon which can ruin your marriage

લાઇફસ્ટાઇલ / હનીમૂન પર જાઓ તો આ 5 બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર હસતું-ખેલતું દાંપત્ય જીવન થઇ જશે બરબાદ

Arohi

Last Updated: 10:54 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honeymoon Tips: હનીમૂન કપલ્સ માટે સૌથી સુંદર ક્ષણ હોય છે. જ્યાં તે એક-બીજાને સમજે છે અને ઈમોશનલી કનેક્ટ થઈ શકે છે. પરંતુ હનીમૂન પર કપલની અમુક ભૂલો લગ્ન જીવનની મીઠી શરૂઆત કરવાની જગ્યા પર તેમને બર્બાદ કરવાનું કારણ પણ બની શકે છે.

લગ્ન બાદ હનીમૂન કપલ્પ માટે સૌથી ખાસ હોય છે. આ સમયમાં તેઓ પરિવાર, સગા-સંબંધીઓથી દૂર એક બીજાને જાણવા સમજવા માટે સમય કાઢે છે. જો લવ મેરેજ હોય તો અલગ વાત છે પરંતુ જો લગ્ન અરેજન્ડ છે તો પતિ-પત્નીને સાથે સમય પરસાર કરવાનો આ પહેલો મોકો છે. એવામાં આ સમયની કિંમત વધારે વધી જાય છે. 

હનીમૂનને સામાન્ય રીતે ફક્ત શારીરિક સંબંધની સાથે જોડવામાં આવે છે. પરંતુ હકીકતે આજ એક સમય હોય છે જ્યારે પહેલી વખત પરણિત યુગલ પતિ-પત્નીના રૂપમાં એક બીજા સાથે સમય પસાર કરે છે. આ દિવસો સાથે ખૂબ જ ભાવનાઓ જોડાયેલી હોય છે. 

આજ કારણ છે કે જો આ સમયે કોઈ ભૂલો થઈ જાય તો લગ્ન જીવનની સારી શરૂઆતની કલ્પના કરીને બેઠેલા કપલ પોતાની મેરિડ લાઈફને પોતે જ બર્બાદ કરી નાખે છે. એવી જ અમુક ભૂલો વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જેને કરવાથી હનીમૂન પર જતા કપલ્સે બચવું જોઈએ. 

લગ્ન વખતે જે પણ કંઈ થયું તેની ચર્ચા ન કરો 
લગ્નના ફંક્શનમાં કંઈકને કંઈક ગડબડ થતી રહેતી હોય છે. બન્ને પક્ષોમાં ઘણી વખત મતભેદ પણ થયા હોય છે. તે વાત હનીમૂન પર ડિસ્કસ ન કરો. જે પણ કંઈ થયું તેને ભૂલાવીને આગળ વધો અને મેરિડ લાઈફ પર ફોકસ કરો. 

વધારે આશા ન રાખો 
શરૂઆતથી જ વધારે આશા ન રાખો. હનીમૂન માટે ફક્ત આઈટિનરી જ એવી વસ્તુ છે જેને તમે પહેલાથી પ્લાન કરી શકો છો. પરંતુ તેના બાદ ત્યાં તમારો સમય હેપી કેવી રીતે બનશે. આ બન્નેના પ્રયત્ન પર નિર્ભર કરે છે. કારણ વગર વધારે પડતી આશા રાખીને તેની પુરી ન થવા પર એક બીજાથી મોઢુ ફૂલાવીને ન બેસો. એ વસ્તુઓ પર ફોકસ કરો કે તમે બન્ને હનીમૂન વખતે ઈમોશનલી નજીક કરી રીતે આવી શકો. 

ભૂતકાળ વિશે વાત ન કરો 
તમે ખૂબ જ ઈમાનદાર અને સાફ દિલના વ્યક્તિ હોવ પરંતુ હનીમૂન પર ભૂલથી પણ તમારી પાસ્ટ લાઈફ વિશે વાત ન કરો. તમારી પાસ્ટ લાઈફ પાછળ છુટી ચુકી છે અને તમે હવે નવું જીવન શરૂ કરી શકો છો. એવામાં પહેલા શું હતું અને શું થયું તેને લઈને ચર્ચા ન કરો. 

દલીલ ન કરો 
બે વ્યક્તિ એક જેવા નથી હોતા. એવામાં બની શકે છે કે હનીમૂન વખતે ઘણા એવા ક્ષણ આવશે જ્યાં બન્નેના વિચાર એક બીજાથી ઘણી અલગ હશે. પરંતુ તેને હાવી ન થવાદો અને એક બીજા સાથે દલીલ ન કરો. 

વધુ વાંચો: સૂવામાં ધ્યાન રાખજો! ખોટી પોઝિશનમાં ઊંઘતા હોય તો ઝડપથી આવશે બુઢાપો, એક્સપર્ટેની સોનરી સલાહ

હોટલ રૂમમાં જ આખો દિવસ ન રહો
લગ્નના ફંક્શનમાં ખૂબ જ થાક લાગે છે જેના કારણે ઘણા દિવસો સુધી બસ રેસ્ટ કરવાની ઈચ્છા થાય છે. પરંતુ હનીમૂન તેના માટે નથી. રૂમમાં સમય પસાર કરવાની જગ્યા પર બહાર નીકળો અને વસ્તુઓને એક્સપ્લોર કરો. કારણ કે આજ એક સમય છે જે તમને એક બીજાને સમજવાનો સમય આપે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ