બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister Harsh Sanghvi issued strict instructions to spa owners

ચેતવણી / ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે કડક કાર્યવાહી તૈયારી: ગૃહરાજ્યમંત્રી સંઘવીએ આપી કડક સૂચના, જુઓ શું કહ્યું

Malay

Last Updated: 01:07 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા થશે બંધ, પોલીસ કમિશનરને ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ગૃહ રાજ્યમંત્રી આપશે સૂચના

  • સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા થશે બંધ 
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્પા મામલે નિવેદન 
  • "પોલીસ વિભાગ આ પ્રકારની પ્રવૃત્તિ સામે કડક છે"

Ahmedabad News: રાજ્યના અનેક શહેરોમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરનો રાડો એટલી હદે ફાટી નીકળ્યો છે કે દર એકાદ બે બિલ્ડિંગ છોડીને સ્પા સેન્ટર આસાનીથી મળી જાય છે. મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે. દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ ડ્રગ્સ પાર્ટી પણ યોજાય છે જેનો પર્દાફાશ અનેક વખત થયો છે. ત્યારે રાજ્યમાં ચાલતા સ્પા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના આપી છે. તેઓએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ અને હાલ પણ જ્યાં અસામાજિક કામ થતા હશે ત્યાં પગલાં ભરાશે.

...ગંદકી દૂર કરવા પોલીસ મજબૂતાઈથી કરશે કામઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ મામલે રાજ્યનું પોલીસ વિભાગ ખૂબ ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે. ગત વર્ષે આ વિષય પર અને સ્પા પર ખૂબ મોટા પગલાઓ લેવામાં આવેલા છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આ પ્રકારની જે કોઈ ગંદકી હશે તેને સંપૂર્ણ દૂર કરવા માટે રાજ્યની પોલીસ હંમેશા મજબૂતાઈથી કામગીરી કરશે.  

આઈલેન્ડ પાર્ક હોટલમાંથી ઝડપાયો હતો દેહ વ્યાપાર  
આપને જણાવી દઈએ કે, સિંધુ ભવન રોડ પર સ્પાના માલિકે યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની હતી. ત્યારે પોલીસ પણ એકાએક એક્શન મોડ પર આવી ગઈ છે અને દેહ વ્યાપાર ચલાવતા દલાલો વિરુદ્ધ કાયદાકીય સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. બે દિવસ અગાઉ એસ.જી હાઈવે પર આવેલા ગુરુદ્વારા પાસેની આઈલેન્ડ હોટલમાં બોડકદેવ પોલીસે દરોડો પાડીને દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે હોટલના મેનેજર સહિત બે લોકોની ધરપકડ ગઈ હતી. જ્યારે દલાલ નાસી છૂટ્યો હતો. પોલીસે એક રૂપલલનાને રેસ્ક્યૂ કરી હતી.

Ahmedabad : women-trafficking-caught-in-maninagar

સ્પા સંચાલકનો વીડિયો થયો હતો વાયરલ 
તાજેતરમાં જ અમદાવાદના સ્પા સંચાલકનો મહિલાને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ દ્વારા સ્પા સંચાલક મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં બોડકદેવમાં ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ મોહસીન રંગરેજે સિંધુભવન પાસે ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ગત 25 સપ્ટેમ્બરે રાત્રે 3થી 3.30ની આસપાસ આ બનાવ બન્યો હતો. 

ફરાર આરોપીની પોલીસે કરી હતી ધરપકડ
આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા. આરોપી બે દિવસથી કારમાં અસલાલી, આણંદના ભાલેજ અને અમદાવાદમાં ફરતો હોવાનુ બહાર આવ્યું હતું. તેવામાં બે દિવસ બાદ આરોપી ગુરુદ્વારા નજીક આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ