બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Home Loan EMI bounced do these 4 things for deteriorate credit score

તમારા કામનું / Home Loan EMI: લોનનો હપ્તો ચુકાઈ જાય તો તરત કરો આ 4 કામ, નહીંતર બગડી જશે ક્રેડિટ સ્કોર

Arohi

Last Updated: 10:30 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Loan EMI: હોમ લોન લીધા બાદ જો તમારી એક પણ EMI બાઉન્સ જાય છે તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે.

  • હોમ લોનનો હપ્તો ચુકાઈ ગયો? 
  • તરત કરી લો આ 4 કામ 
  • નહીં તો બગડી શકે છે ક્રેડિટ સ્કોર 

મકાન દરેક લોકોની બેસિક જરૂરીયાત છે. પરંતુ આજના સમયમાં જે પ્રકારે મોંઘવારી વધી રહી છે તેમાં પોતાનું મકાન બનાવવું એક મોટુ ચેલેન્જ છે. એક નાનું મકાન કે ફ્લેટને ખરીદવા માટે પણ મોટી રકમ આપવી પડે છે. આટલી રકમ એક સાથે આપવી કોઈ માટે સરળ નથી. એવામાં હોમ લોન સારો ઓપ્શન હોય છે. હોમ લોનની મદદથી મકાનની જરૂર પણ પુરૂ થઈ જાય છે અને તમે સરળતાથી હપ્તા આપીને હોમ લોનને ચુકવી શકો છો. 

હોમ લોન લાંબા ગાળાનું દેવું છે અને તેની EMI પણ નાની નથી હોતી. આ EMIને દર મહિને નક્કી કરેલ તારીખ પર આપવી ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ ઘણી વખત સ્થિતિ એવી થઈ જાય છે કે જ્યારે વ્યક્તિને આર્થિક તંગી આવી જાય છે અને એવામાં સમયે EMI આપવું મુશ્કેલ થઈ જાય છે. 

તમારી એક પણ EMI બાઉન્સ થઈ તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. જો તમારા સામે ક્યારેય પણ આવી સ્થિતિ આવે અને તમારી EMI કોઈ કારણથી બાઉન્સ થઈ જાય તો 4 કામ જરૂર કરો જેથી તમારા સિવિલ સ્કોર પર તેની અસર ન પડે અને ભવિષ્ય માટે મુશ્કેલીઓ ન વધે. 

પહેલો હપ્તો બાઉન્સ થવા પર 
જો તમારી EMI બાઉન્સ થઈ છે અને તમે આવું જાણીજોઈને નથી કર્યું, કોઈ મુશ્કેલ સ્થિતિ અચાનક આવવાના કારણે આવું થયું છે તો પહેલો હપ્તો બાઉન્સ થવા પર જ તમારે તરત બેંકની તે શાખામાં જવું જોઈએ જ્યાંતી તમે લોન લીધી છે. ત્યાં જઈને મેનેજરને મળો અને તેમને આ વિશે વાત કરો. 

તમારી સમસ્યા જણાવો અને તેમને ભવિષ્યમાં આમ ન થવાનો ભરોશો આપો. જો તમારી વાત વ્યાજબી હશે તો આ સમસ્યાનું સમાધાન સરળતાથી થઈ શકે છે. એવામાં જો બેંકની તરફથી પેનલ્ટી સતત આવી રહી છે તો તે એટલી નહીં થાય કે તમે આપી ન શકો. 

સતત બે હપ્તા બાઉન્સ જાય તો 
જો તમારી એક કે બે EMI બાઉન્સ જાય છે તો તમે બેંક મેનેજર સાથે વાત કરો તે હપ્તાને ભરો અને મેનેજરને રિક્વેસ્ટ કરો કે તે તમારા સિવિલમાં નેગેટિવ રિપોર્ટ ન આપે. સાથે જ તેમને વિશ્વાસ આપો કે ભવિષ્યમાં આમ નહીં થાય. 

લાંબા સમય સુધી EMI બાઉન્સ જાય તો 
જો તમારી સમસ્યા વધારે મોટી છે અને તમને લાગી રહ્યું છે કે તમે થોડા સમય સુધી EMI ચુકવવા માટે અસમર્થ છો તો તમે મેનેજરને પોતાની મજબૂરી વિશે જણાવી અમુક સમય સુધી હપ્તાને હોલ્ડ કરવા માટે અરજી કરી શકો છો. અમુક સમય બાદ તમે પૈસાની વ્યવસ્થા થવા પર રકમ ચુકવી શકો છો. તેનાથી તમને મુશ્કેલ સમયમાં થોડી રાહત મળી જશે. 

વધુ વાંચો: સોનું ખરીદવાનો પ્લાન હોય તો આ સરકાર લાવી રહી છે ગોલ્ડન ચાન્સ! જાણો ગોલ્ડ બોન્ડના ફાયદા

જો સેલેરી લેટ આવવાના કારણે EMI બાઉન્સ જાય તો 
જો તમારી સેલેરી લેટ આવે છે કે નિર્ધારિત સમય સુધ તમારી પાસે ઈએમઆઈના પૈસાની વ્યવસ્થા નથી થઈ રહી તો તેના કારણે ઈએમઆઈ બાઉન્સ જઈ રહી છે તો તમે એરિયર EMI માટે મેજેર સાથે વાત કરી શકો છો. લોનની રકમની છેલ્લી તારીખ સામાન્ય રીતે દર મહિનાની શરૂઆતમાં હોય છે. તેને એડવાન્સ EMI કહેવાય છે. મોટાભાગના લોકો લોન લેનારને એડવાન્સ EMIનો વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે એરિયર EMIનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. તેમાં તમે મહિનાની છેલ્લી તારીખ સુધી હપ્તા ચુકવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ