બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Home loan EMI and salary calculation formula

તમારા કામનું / કેટલો પગાર હોય તો ઘર કે ફ્લેટ ખરીદવાનું વિચારવું જોઈએ? નહીં તો આખી જિંદગી EMI ભરશો, આ ફોર્મ્યુલા કારગર

Vaidehi

Last Updated: 06:32 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી સેલેરી 50-70 હજાર રૂપિયાની વચ્ચે હોય અને તમે હોમ લોન ખરીદો છો તો તેની માસિક કેટલા રૂપિયાની EMI તમને લાંબાગાળનાં આર્થિક નુક્સાનથી બચાવી શકે છે તે જાણી લો.

  • હોમ લોન ખરીદતાં પહેલાં જાણો આ ગણતરી
  • સેલેરી અને EMI વચ્ચે તાલમેલ જળવાય તે જરૂરી
  • પોતાની આવકનાં 25% રકમની જ EMI ભરવી લાભદાયી

દરેકનું સપનું હોય છે કે તેનું પોતાનું મકાન કે ફ્લેટ હોય. ભારતમાં ઘરની સાથે લાગણીઓ સંકળાયેલી હોય છે તેથી કેટલાક લોકો નોકરી પર લાગે તે સાથે જ ઘર કે ફ્લેટ ખરીદી લે છે. ખાસ કરીને મેટ્રો સિટીમાં રહેનારાં લોકો આ પ્રકારનો નિર્ણય લઈ લેતા હોય છે. જો કે છેલ્લાં થોડા સમયથી લોકોને સરળતાથી હોમ લોન મળી જાય છે અને ડાઉન પેમેન્ટમાં તેઓ પોતાની તમામ બચત જમા કરી દે છે. પરંતુ શું તમને ખબર છે કે આર્થિક નુક્સાની ટાળવા માટે તમારી સેલેરી અને EMIની વચ્ચેનાં તાલમેલને જાણવું જરૂરી હોય છે. જાણો કેવી રીતે કરવી ગણતરી?

સેલેરીનો વધુમાં વધુ 25% જ ફાળવો EMI માટે
સૌથી પહેલો ફોર્મૂલો છે કે હોમ લોનની EMI તમારી સેલેરીનો વધુમાં વધુ 20-25% જ હિસ્સો જ કાપે. ઉદાહરણ તરીકે તમારી મહિનાની સેલેરી 1 લાખ રૂપિયા છે તો તમે સરળતાથી મહિનાની 25 હજારની EMI ચૂકવી શકશો. પરંતુ જો તમારી સેલેરી 50-70 હજારની વચ્ચે છે અને તમે હોમ લોન ખરીદો છો તો તેની EMI 25 હજાર પ્રતિ મહિનો આવે છે જે આર્થિક ધોરણે ખોટો નિર્ણય પુરવાર થઈ શકે છે. આ નિર્ણય કરતાં ભાડે રહેવું વધુ લાભદાયી સાબિત થઈ શકે છે.

જો કુલ આવકનાં 25% રકમની લોનની EMI બને છે તો ચોક્કસથી ઘર ખરીદવું. જો તમારી સેલેરી 50-70 હજાર રૂપિયાની વચ્ચે હોય અને ઘરની EMI 20 હજાર કે તેથી ઓછા રૂપિયાની ચૂકવવી પડતી હોય તો તમારે ઘર ખરીદવું જોઈએ. એટલે કે તમે 25 લાખ રૂપિયા સુધીની કિંમતનું ઘર ખરીદી શકો છો જેમાં તમને 20 વર્ષ સુધી 20 હજાર રૂપિયાથી ઓછું EMI ભરવું પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ