બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Home Loan buyers be aware with property deal

તમારા કામનું / પહેલી વાર ઘર ખરીદી રહ્યા છો તો હોમ લોન લેતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન, નહીં તો ભોગવવું પડશે ખરાબ પરિણામ

Arohi

Last Updated: 02:09 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Loan: હોમ લોન લેતી વખતે સાવધાની રાખવી જરૂરી છે જેથી ઘર ખરીદવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તમને સરળતાથી હોમ લોન પણ મળી શકે.

  • હોમ લોન લેતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન 
  • ઘર ખરીદવામાં નહીં થાય મુશ્કેલી
  • સરળતાથી મળી જશે હોમ લોન 

જો તમે પહેલી વખત ઘર ખરીદી રહ્યા છો અને હોમ લોન દ્વારા ઘર ખરીદવા માંગો છો તો ઘર ખરીદતી વખતે અમુખ ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ ઘર ખરીદતી વખતે અમુક લોકો ઘણા પ્રકારની ચિંતાઓમાં ઘેરાયેલા રહે છે. લોકોને હોમ લોન લેવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટે હોમ લોનના માધ્યમથી ઘર ખરીદવાની રીતે શું હોવી જોઈએ આવો જાણીએ. 

ફાઈનાન્શિયલ હેલ્થને તપાસો 
હોમ લોન લેતા પહેલા જે કામ કરવું જરૂરી છે તે છે પોતાની ફાઈનાન્શિયલ હેલ્થને તપાસો. જો તમે હોમ લોન લીધા બાદ લોનના માસિક હપ્તા નિયમિત રીતે ભરી શકો છો અને હોમ લોન લેતી વખતે હાઉન પેમેન્ટ પણ વગર કોઈ ખાનગી દબાણે કરી શકો છો તો તમે હોમ લોન લો. સાથે જ ભવિષ્યમાં કોઈ ઈમરજન્સી તમારી પાસે સેવિંગ્સ હોવું પણ જરૂરી છે. 

ઈન્ટરેસ્ટ રેટની જાણકારી લો 
હોમ લોન લેતી વખતે તમારી આસ પાસના લેન્ડર્સ અને બેંક પાસે હોમ લોન પર ઈન્ટરેસ્ટ રેટ જાણી લો. સાથે જ ઈએમઆઈના દરો વિશે પણ જાણકારી મેળવી લો. પોતાના ખિસ્સા અને જરૂરીયાતના હિસાબથી જે લેન્ડર કે બેંક પાસે હોમ લોન લેવી છે તેને ફાઈનલ કરો. તે જગ્યા પર ઘર લો. જે તમારા રહેવા માટે યોગ્ય હોય અને તમારા બજેટ અનુસાર હોય. 

એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમનો ઉઠાવો લાભ 
હોમ લોન લેતી વખતે તમે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમથી લાભ ઉઠાવી શકો છો. આ યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના શામેલ છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના મુખ્ય રીતે પહેલી વખત ઘર ખરીદનાર માટે જ છે. 

ડાઉન પેમેન્ટનું રાખો ધ્યાન 
હોમ લોન લીધા બાદથી સૌથી પહેલા તમારે ડાઉન પેમેન્ટ કરવાનું રહેશે. આ ડાઉન પેમેન્ટ, તમે જે પણ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તેની કુલ કિંમતના 10 ટકાથી લઈને 25 ટકા ભાગ હોય છે. માની લો કે તમે કુલ 40 લાખ રૂપિયાનું ઘર ખરીદી રહ્યા છો અને તેના પર 20 ટકાનું ડાઉન પેમેન્ટ કરવાનું છે તો તેમને ડાઉન પેમેન્ટની રીતે 8 લાખ રૂપિયા જમા કરવાના રહેશે. 

લાંબો ટેન્યોર ન રાખો 
બાકી બચેલી રકમની ચુકવણી માટે લાંબુ ટેન્યોર ન રાખો. લાંબા ટેન્યોરના તમારા ઈએમઆઈના રેટ તો ઓછા હશે. પરંતુ તમને વધારે ઈન્ટરેસ્ટની ચુકવણી કરવી પડશે. હોમ લોન લેતી વખતે બધા પેપર્સને ધ્યાનથી વાંચો અને ત્યાર બાદ જ બધી વાતને ફાઈનલ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ