બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / high protein in diabetes can be very dangerous for kidneys

આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓમાં પ્રોટીનની વધુ માત્રા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, તુરંત લેજો ડોક્ટરની સલાહ

Manisha Jogi

Last Updated: 05:49 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસની સમસ્યામાં લૉ કાર્બ્સ, હાઈ રફેજ અને હાઈ પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હેલ્ધી બોડી માટે પ્રોટીનનું વધુ સેવન કરવું તે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થાય છે.

  • ડાયાબિટીસની સમસ્યામાં પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાની સલાહ
  • પ્રોટીનનું વધુ સેવન કરવાથી થાય છે હેલ્થ પ્રોબ્લેમ
  • કિડની ખરાબ થવાની સંભાવના રહે છે

ડાયાબિટીસની સમસ્યામાં લૉ કાર્બ્સ, હાઈ રફેજ અને હાઈ પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. શુગર લેવલ વધુ હોય ત્યારે પ્રોટીન ડાયટના સેવનથી શુગર લેવલ ઓછું થઈ શકે. શુગર લેવલ હાઈ હોવાને કારણે કિડની પર સૌથી વધુ અસર થાય છે, આ કારણોસર શુગરના દર્દીની કિડની ખરાબ થવાની સંભાવના વધુ છે. આ કારણોસર શુગર કંટ્રોલ કરવા માટે ડાયટમાં ફેરફાર કરવો જરૂરી છે. માંસપેશીઓ મજબૂત કરવા અને હેલ્ધી બોડી માટે પ્રોટીનનું વધુ સેવન કરવું તે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થાય છે. ઉપરાંત કિડની ખરાબ થવાની સંભાવના રહે છે. 

ડાયાબિટીસના દર્દીઓને હાઈ પ્રોટીનથી નુકસાન

  • ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રોટીન જરૂરી છે, પરંતુ ડાયાબિટીસના કારણે કિડની ખરાબ થાય તો વધુ પ્રોટીનનું સેવન કરવું તે હાનિકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસની પ્રોબ્લેમ વધી જાય તો કિડની પર ગંભીર અસર થઈ શકે છે. 
  • કિડની ખરાબ થવાને કારણે પ્રોટીન ફિલ્ટર થઈ શકતું નથી, જેના કારણે લોહીમાં યૂરિયાનું સ્તર વધવા લાગે છે. 
  • ડાયાબિટીસના કારણે પેટ સંબંધિત સમસ્યા થાય છે. આ પરિસ્થિતિમાં પ્રોટીનનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે. 
  • હાઈ પ્રોટીન ડાયટનું સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ વધી શકે છે અને શુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરી શકાતું નથી. 
  • હાઈ પ્રોટીનને કારણે વજન વધી શકે છે જેના કારણે અન્ય શારીરિક તકલીફ થઈ શકે છે. 
  • ડાયાબિટીસની બિમારીમાં હાઈ પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાથી શરીરમાં ઈન્સ્યુલિન વધી શકે છે. જેથી શુગર લેવલ ઝડપથી કંટ્રોલ થઈ શકતું નથી. 
  • હાઈ પ્રોટીનયુક્ત આહારને કારણે અનિંદ્રાની સમસ્યા થાય છે, જેના કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે. 

વધુ વાંચો: WHOએ કહ્યું 2050માં ડબલ થઈ જશે કેન્સરના કેસ; બિમારીથી બચવું હોય તો કરો આજે જ સ્ટાર્ટ કરો આ 5 કામ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ