બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / hema malini ready for comeback in films shares experience working with amitabh bachchan

મનોરંજન / ફરીવાર ફિલ્મોમાં કમબેક કરશે હેમા માલિની, પ્રોડ્યુસર સમક્ષ રાખી આ શરત, જાણો શું

Manisha Jogi

Last Updated: 11:07 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેમા માલિની ફિલ્મોમાં કમબેક કરવા માંગે છે. હેમા માલિનીએ છેલ્લે ફિલ્મ ‘શિમલા મિર્ચી’માં કામ કર્યું હતું. અભિનેત્રી ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે.

  • હેમા માલિની ફિલ્મોમાં કમબેક કરવા માંગે છે
  • છેલ્લે ફિલ્મ ‘શિમલા મિર્ચી’માં કામ કર્યું હતું
  • પ્રોડ્યુસર સમક્ષ રાખી આ શરત...

ધર્મેન્દ્રની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ હિટ થયા પછી હેમા માલિની ફિલ્મોમાં કમબેક કરવા માંગે છે. હેમા માલિનીએ છેલ્લે ફિલ્મ ‘શિમલા મિર્ચી’માં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. અભિનેત્રી ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર હેમા માલિનીએ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે, ‘હું ફિલ્મોમાં કામ કરવા માંગુ છું. મને સારા રોલ મળશે, તો હું જરૂરથી કામ કરીશ. હું ઈચ્છું છું કે, પ્રોડ્યૂસર્સ આગળ આવે અને મને સાઈન કરે.’

હેમા માલિનીએ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મો કરી છે. ઓક્ટોબરમાં ‘બાગબાન’ને 20 વર્ષ પૂરા થઈ જશે. અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે. હેમા માલિનીએ જણાવ્યું છે કે, ‘કાશ... બાગબાન પછી અમે એકસાથે અન્ય ફિલ્મો કરી હોત, પરંતુ તેવું થઈ શક્યું નથી. અમિતાભ સાથે કામ કરવું તે ખૂબ જ શાનદાર હતું. અમે બંનેએ સાથે ખૂબ જ સારું કામ કર્યું હતું. તે સમયે પણ થોડા બ્રેક પછી બાગબાન કરી હતી. મને સંકોચ થઈ રહ્યો હતો, પરંતુ મેં સચ્ચાઈ સાથે કામ કર્યું.’

હેમા માલિનીની વાત કરવામાં આવે તો તેમણે બાગબાનની સાથે વીર ઝારા, બાબુલ, બુડ્ઢા હોગા તેરા બાપ સહિત અનેક ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. આ બંનેની જોડીને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. હેમા માલિની હવે સિલ્વર સ્ક્રીન પર ક્યારે ધમાકેદાર વાપસી કરશે, તે જોવું રહ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ