બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / hema malini marriage fixed with superstar jeetendra then dharmendra broke wedding

મનોરંજન / એ સમયના સુપરસ્ટાર સાથે થવાના હતા હેમા માલિનીના લગ્ન, અધવચ્ચે ધર્મેન્દ્ર આવ્યા અને બધુ કેન્સલ થયું, અપનાવી લીધો હતો ઈસ્લામ ધર્મ

Manisha Jogi

Last Updated: 09:01 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેમા માલિનીનું દિલ માત્ર હી-મેન માટે જ ધડક્યું હતું. એક સમય એવો પણ હતો જ્યારે હેમા માલિનીના લગ્ન ધર્મેન્દ્ર સાથે નથી પરંતુ કોઈ બીજી વ્યક્તિ સાથે થવાના હતા.

  • ડ્રીમ ગર્લના સિનેમાજગતમાં અનેક દીવાના હતા
  • અનેક એક્ટર્સ હેમા માલિનીને પસંદ કરતા હતા 
  • કોઈ બીજી વ્યક્તિ સાથે થવાના હતા હેમા માલિનીના લગ્ન

બોલીવુડની ડ્રીમ ગર્લના સિનેમાજગતમાં અનેક દીવાના હતા. માત્ર ધર્મેન્દ્ર જ નહીં, પરંતુ અનેક એક્ટર્સ હેમા માલિનીને પસંદ કરતા હતા. હેમા માલિનીનું દિલ માત્ર હી-મેન માટે જ ધડક્યું હતું. એક સમય એવો પણ હતો જ્યારે હેમા માલિનીના લગ્ન ધર્મેન્દ્ર સાથે નથી પરંતુ કોઈ બીજી વ્યક્તિ સાથે થવાના હતા. 

જિતેન્દ્ર સાથે લગ્ન થવાના હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેમા માલિની અને જિતેન્દ્રના પરિવારજનો તે બંનેના લગ્ન કરાવવા માંગતા હતા અને તેમના પર પ્રેશર પણ નાખતા હતા. હેમા માલિની તે સમયે લગ્ન માટે તૈયાર નહોતી. આ બાબતો ઉલ્લેખ ‘હેમા માલિની બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. 

ધર્મેન્દ્રને આ બાબતની જાણ થઈ ગઈ
આ બંને સેલિબ્રિટીઝના પરવારજનો ચેન્નઈ પહોંચી ગયા હતા અને લગ્નની તૈયારીઓ શરૂ કરવા લાગ્યા હતા. હેમા માલિની અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી હતી, તે વાતની જાણ ધર્મેન્દ્રને થઈ ગઈ હતી અને ચેન્નઈ પહોંચી ગયા હતા. તેમની સાથે શોભા કપૂર પણ ત્યાં પહોંચી હતી. ધર્મેન્દ્ર એ ત્યાં જઈને લગ્ન રોકી દીધા હતા. 

ઘણા સમય પછી સંબંધ નોર્મલ થયા 
હેમા માલિનીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ઘણા સમય પછી તેમના અને જિતેન્દ્રના રિલેશન નોર્મલ થયા હતા. આ બાબતો ભૂલીને આગળ વધ્યા તે એક મેચ્યોરિટી દર્શાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધર્મેન્દ્ર પહેલેથી પરિણીત હોવાને કારણે હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતોય હેમા માલિની અને ધર્મેન્દ્રના બે બાળકો છે; ઈશા દેઓલ અને આહના દેઓલ. ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે રહેતા નથી, પરંતુ કેટલાક ખાસ પ્રસંગોએ મળતા રહે છે. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે. હેમા માલિનીએ ક્યારેય પણ પ્રકાશ કૌર સાથે મુલાકાત કરી નથી, કારણ કે તે હંમેશા હેમા માલિનીને પરેશાન કરવા માંગે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ