બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Hema Malini has no objection to kissing Dharmendra and Shabana Azmi, said I will also kiss

મનોરંજન / ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસીંગથી હેમામાલિનીને નથી કોઈ વાંધો, કહ્યું હું પણ કરીશ KISS

Megha

Last Updated: 12:23 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hema Malini and Dharmendra: હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે શું તે ધર્મેન્દ્ર અને શબાના આઝમીની જેમ ઓનસ્ક્રીન કિસ કરવા માટે કમ્ફર્ટેબલ હશે? તો એમને કહ્યું કે જો ફિલ્મની વાર્તા સારી હશે તો કેમ નહીં? જરૂર કરીશ

  • 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીન
  • હેમા માલિની ઓનસ્ક્રીન કિસ કરવા માટે કમ્ફર્ટેબલ હશે?  આપ્યો જવાબ 
  • જો ફિલ્મની વાર્તા સારી છે અને કિસિંગ સીન જરૂરી છે તો હું કરીશ 

Hema Malini and Dharmendra: કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'રિલીઝ થઈ તેને એક મહિનો થઈ ગયો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની કેમેસ્ટ્રી કરતાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસિંગ સીન વધુ ચર્ચામાં આવ્યા હતા. આ સીનની લગભગ દરેક જગ્યા પર ચર્ચા થઈ હતી કારણ કે 87 વર્ષીય અભિનેતાએ સ્ક્રીન પર લિપ કિસ કરી હતી, જે લોકો માટે ખૂબ જ ચોંકાવનારી વાત હતી. હવે હેમા માલિનીએ પણ કહ્યું છે કે જો સ્ક્રિપ્ટની માંગ હશે તો તે પણ તેના ધર્મેન્દ્રની જેમ સ્ક્રીન પર આવા સીન કરશે.

ઓનસ્ક્રીન કિસ કરવા માટે કમ્ફર્ટેબલ છે હેમા માલિની?
હેમા માલિનીએ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું તે ધર્મેન્દ્ર અને શબાના આઝમીની જેમ ઓનસ્ક્રીન કિસ કરવા માટે કમ્ફર્ટેબલ હશે? તો તેણે સકારાત્મક જવાબ આપ્યો, 'શા માટે નહીં, જો ફિલ્મમાં કિસિંગ સીન જરૂરી છે, જો તે સારી છે અને તે ફિલ્મ સાથે સંબંધિત છે, તો કદાચ હું કરી શકું. ' જો કે આ સાથે જ હેમા માલિનીએ એમ પણ કહ્યું કે તેને હજુ સુધી કરણ જોહરની ફિલ્મ જોઈ નથી.

 હું ધરમજી માટે ખૂબ જ ખુશ છું - હેમા માલિની
થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હેમાને ધર્મેન્દ્રના કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે એમને કહ્યું હતું કે, 'મને ખાતરી છે કે લોકોને ફિલ્મ પસંદ આવી હશે. હું ધરમજી માટે ખૂબ જ ખુશ છું કારણ કે તેમને પૂરા સમય કેમેરાની સામે રહેવાનું પસંદ છે. તેને તે ગમે છે. ' જણાવી દઈએ કે હેમા માલિની અને ધર્મેન્દ્રએ વર્ષ 1980માં લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે. તેમને બે દીકરીઓ છે - એશા દેઓલ અને આહાના દેઓલ.

ધર્મેન્દ્રએ પણ આપી હતી કિસીંગ સીન પર પ્રતિક્રિયા
એક ઈન્ટરવ્યુમાં ધર્મેન્દ્રએ પણ તેના કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપતા એમને હતું કે, 'હું સાંભળી રહ્યો છું કે શબાના અને મેં કિસિંગ સીનથી દર્શકોને ચોંકાવી દીધા છે અને તેઓએ તેની પ્રશંસા પણ કરી છે. મને લાગે છે કે લોકોને તેની અપેક્ષા ન હતી અને તે ખૂબ જ અચાનક થયું, તેથી જ પ્રતિક્રિયાઓ આવી રહી છે. છેલ્લી વખત મેં લાઈફ ઇન અ મેટ્રોમાં નફીસા અલી સાથે કિસિંગ સીન કર્યો હતો અને ત્યારે પણ લોકોએ તેની પ્રશંસા કરી હતી.' 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ