બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Heatwave death toll will increase 5 times around the world! A scary report about global warming came out

ચોંકાવનારો રિપોર્ટ / વિશ્વભરમાં હિટવેવથી મૃત્યુઆંકમાં થશે 5 ગણો વધારો! સામે આવ્યો ગ્લોબલ વોર્મિંગને લઇ ડરાવનારો રિપોર્ટ

Megha

Last Updated: 12:35 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વીનું વાતાવરણ ધીમે ધીમે ભઠ્ઠીમાં ફેરવાઈ રહ્યું છે, સદીના અંત સુધીમાં બે ડિગ્રી સેલ્સિયસ વધે, તો સદીના મધ્ય સુધીમાં ગરમીના કારણે વાર્ષિક મૃત્યુમાં 370 ટકાનો વધારો થઈ શકે છે.

  • વિશ્વમાં 1,00,000 વર્ષોમાં સૌથી વધુ વૈશ્વિક તાપમાન નોંધાયું છે
  • સદીના મધ્ય સુધીમાં ગરમી સંબંધિત મૃત્યુમાં 4.7 ગણો વધારો
  • ઝડપી પગલાં લેવામાં ન આવે તો માનવતાનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં 

વર્ષ 2023 એ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે, જેમાં વિશ્વમાં 1,00,000 વર્ષોમાં સૌથી વધુ વૈશ્વિક તાપમાન નોંધાયું છે. 2022 થી તમામ ખંડોમાં ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર ધ લેન્સેટ કાઉન્ટડાઉનની તાજેતરની આવૃત્તિએ આબોહવા પરિવર્તનને કારણે ભવિષ્યમાં આરોગ્ય માટે ગંભીર અને વધતા જોખમને જાહેર કર્યું છે. આ મુજબ વિશ્વમાં "સદીના મધ્ય સુધીમાં ગરમી સંબંધિત મૃત્યુમાં 4.7 ગણો વધારો" હોવાનો અંદાજ છે. 

ભારતના લોકોને ટૂંક સમયમાં એક મોટી સમસ્યાનો સામનો કરવો પડશે- વર્લ્ડ બેન્કની  ચેતવણી I india may soon experience heat wave beyond human capacity world  bank report

માનવતાનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં છે
આ અહેવાલ એ પણ દર્શાવે છે કે કેવી રીતે આબોહવા પરિવર્તન આજે જીવન અને આજીવિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. 2022 માં, વ્યક્તિઓ સરેરાશ 86 દિવસ માટે આરોગ્યને નુકસાન પહોંચાડનારા ઊંચા તાપમાનના સંપર્કમાં આવ્યા હતા. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આબોહવા પરિવર્તનના મૂળ કારણોને પહોંચી વળવા ઊંડા અને ઝડપી પગલાં લેવામાં ન આવે તો માનવતાનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં છે. 

તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે 
મેગેઝિન લેન્સેટ ગરમીના કારણે થતા મૃત્યુ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મંગળવારે પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, જો આ સદીના અંત સુધીમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો ગરમીના કારણે મૃત્યુમાં 370 ટકાનો વધારો થઈ શકે છે. આ વર્તમાન સંખ્યાના આશરે 5 ગણા હશે. જણાવી દઈએ કે લેન્સેટ ક્લાઈમેટ ચેન્જ પર 8મો રિપોર્ટ જાહેર કર્યો છે.

દેશમાં લૂના કારણે જ 100થી વધુ લોકોના પ્રાણ પંખેરુ ઉડ્યાં, મોદી સરકારે  તાત્કાલિક બોલાવી હાઈલેવલ મીટિંગ | heatwave conditions across country union  health minister to hold ...

 તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રખાઈ 
રિપોર્ટ અનુસાર, ક્લાઈમેટ ચેન્જના કારણે આજે દુનિયાભરના લોકો જીવન અને આજીવિકા માટે સંઘર્ષ કરી રહ્યા છે. લંડનની એક કોલેજમાં આપેલા પોતાના નિવેદનમાં લેન્સેટ કાઉન્ટડાઉનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું કે તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવો જરૂરી છે, નહીં તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે કહ્યું કે આપણે ઔદ્યોગિક ઉત્પાદનને મર્યાદિત કરવું પડશે. હજુ પણ દર સેકન્ડે 1337 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે. આપણે કાર્બન ઉત્સર્જન ઘટાડવું પડશે.

ગરમીના કારણે મૃત્યુમાં 85 ટકાથી વધુનો વધારો થયો છે
રોમનેલોએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આશા માટે હજી અવકાશ છે. તેઓએ અહેવાલ આપ્યો કે માનવસર્જિત આબોહવા પરિવર્તનને કારણે 1991-2000ની સરખામણીમાં 2013-2022માં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ગરમીથી સંબંધિત મૃત્યુમાં 85% વધારો થયો છે. જે, જો તાપમાન યથાવત રહે તો 38%ના વધારા કરતાં ઘણું વધારે છે. વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો છે કે 122 દેશોમાં 127 મિલિયનથી વધુ લોકોએ 1981 થી 2010ની સરખામણીમાં 2021માં ગંભીર ખાદ્ય સંકટનો સામનો કર્યો હતો.

heatwave | VTV Gujarati

હવામાનના કારણે જીવલેણ ચેપી રોગો ઝડપથી ફેલાયા 
રિપોર્ટ અનુસાર બદલાતા હવામાનના કારણે જીવલેણ ચેપી રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. 1982 થી દર વર્ષે વિબ્રિઓ બેક્ટેરિયાના પ્રસાર માટે ખુલ્લા દરિયાકિનારાના વિસ્તારને 329 કિમી જેટલો વધ્યો છે જે બીમારી અને મૃત્યુનું કારણ બની શકે છે. આ ફેરફારને કારણે રેકોર્ડ 1.4 અબજ લોકોને ડાયેરિયા જેવી ગંભીર બીમારીઓનું જોખમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ