બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health tips avoid these vegetables in dinner know reason

હેલ્થ ટિપ્સ / શું તમારા ડિનરમાં સામેલ છે આ 8 શાકભાજી, તો રાત્રે જમવાથી બચો, નહીં તો મુકાઇ જશો મુશ્કેલીમાં!

Manisha Jogi

Last Updated: 07:51 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે ભોજનમાં શેનું સેવન કરીએ છીએ, તે આપણાં આરોગ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાત્રે કેટલીક વસ્તુઓનું ભોજન કરવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે અને ગેસ પણ થાય છે.

  • રાત્રે આ 8 શાકભાજીનું સેવન ના કરશો. 
  • શરીરમાં સુસ્તી આવે છે.
  • ભોજન પચવામાં વધુ સમય લાગે છે.

રાત્રે સરખી ઊંઘ આવે તે માટે તમારી આદતોમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. રાત્રે ભોજનમાં શેનું સેવન કરીએ છીએ, તે આપણાં આરોગ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાત્રે કેટલીક વસ્તુઓનું ભોજન કરવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે અને ગેસ પણ થાય છે. બેચેની, પેટ ફૂલવા જેવા સમસ્યા થાય છે. રાત્રે આ 8 શાકભાજીનું સેવન બિલ્કુલ પણ સેવન ના કરવું જોઈએ. આ 8 શાકભાજીનું રાત્રે સેવન કરવાથી શરીરમાં સુસ્તી આવે છે અને ભોજન પચવામાં વધુ સમય લાગે છે. 

રાત્રે આ 8 શાકભાજનું સેવન ના કરવું
ફૂલાવર- ફૂલાવરમાં અનેક પોષકતત્ત્વો રહેલા છે, જેનું સેવન કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે. ફૂલાવરમાં સલ્ફોરાફેન નામનું કંપાઉંડ રહેલું હોય છે, જેના કારણે ગેસ અને સોજો આવવાની સમસ્યા થઈ શકે છે. હાઈ ફાઈબરના કારણે રાત્રે ફૂલાવરનું યોગ્ય રીતે પચન થઈ શકતું નથી. 

કોબીજ- કોબીજમાં અનેક પોષકતત્ત્વો રહેલા છે. રાત્રો કોબીજનું સેવન કરવાથી હાઈ ફાઈબર અને રૈફિનોજના કારણે એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત રાત્રે ઊંઘ પણ બગડી શકે છે. 

ડુંગળી- ડુંગળીમાં કાર્બોઈડ્રેટ ફ્રુક્ટેન રહેલું હોય છે. આ કારણોસર ગેસની સમસ્યા થઈ શકે છે અને પેટ પણ ફૂલે છે. ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે, જેના કારણે અનેક સમસ્યા થઈ શકે છે. 

લસણ- લસણમાં અનેક પ્રકારના પોષકતત્વો રહેલા છે, આ કારણોસર તેને આરોગ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે. રાત્રે લસણનું સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા તઈ શકે છે, જેથી રાત્રે લસણનું સેવન ના કરવું. ડુંગળીનું સેવન કરવાથી ગેસ અને અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. 

વટાણા- વટાણામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, હાઈ ફાઈબર અને ફ્રુક્ટોઝ હોય છે. રાત્રે આ વસ્તુનું સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. વટાણામાં શુગર આલ્કોહોલ પણ રહેલું હોય છે, જેના કારણે પાચનમાં સમસ્યા થઈ શકે છે. 

શક્કરિયા- શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પોષકતત્ત્વો રહેલા હોય છે. અનેક લોકો શક્કરિયા ખાય છે, પરંતુ પચાવી શકતા નથી. શક્કરિયામાં સ્ટાર્ચ રહેલું હોય છે, જેના કારણે ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. 

બ્રોકોલી- બ્રોકોલી આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે, પરંતુ તેમાં રૈફિનોજ નામનું શુગર પણ રહેલું હોય છે, જે સરળતાથી પચી શકતું નથી. આ કારણોસર પેટમાં ગેસ થઈ શકે છે અને સોજો પણ આવી શકે છે. રાત્રે બ્રોકોલી ખાવાથી અપચાની સમસ્યા થઈ શકે છે. 

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ- બ્રસેલ્સ સ્પ્રાઉટ્સમાં રૈફિનોજ રહેલું છે, જેથી તે સરળતાથી પચી શકતું નથી. સૂતા પહેલા બ્રસેલ્સ સ્પ્રાઉટ્સનું સેવન કરવાથી પેટ અને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. બ્રસેલ્સ સ્પ્રાઉટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે, જેના કારણે ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ