બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / health skin care ayurvedic herbs to detox your skin

Skin Care / સ્કિન ડિટોક્સ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે આ હર્બ્સ, ડાઘ થશે ગાયબ અને મળશે ગ્લોઇંગ સ્કિન

Bijal Vyas

Last Updated: 04:59 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્વચા પર ગંદકી જમા થતી રહે છે, તેનાથી પોર્સ બ્લોક થઇ જાય છે. જેના પરિણામે ચહેરા પર હંમેશા ખીલ અને ફોલ્લીઓથી ભરાઇ જાય છે.

  • ગરમીમાં પરસેવો અને ઓઇલ નીકળવાના કારણે ત્વચા ચિકણી થઇ જાય છે
  • એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરે છે
  • હળદર પિગમેન્ટેશનની સમસ્યાને પણ દૂર કરે છે

Skin Care Tips:ધૂળ, ગંદકી, પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણો ગરમીમાં સ્કિન પર ખરાબ અસર કરે છે. તે સાથે આ સિઝનમાં પરસેવો અને ઓઇલ નીકળવાના કારણે ત્વચા ચિકણી થઇ જાય છે. જેનાથી ત્વચા પર ગંદકી જમા થતી રહે છે, તેનાથી પોર્સ બ્લોક થઇ જાય છે. જેના પરિણામે ચહેરા પર હંમેશા ખીલ અને ફોલ્લીઓથી ભરાઇ દાય છે. તો આવો આજે એવા હર્બ્સ વિશે વાત કરીશુ જે સ્કિનને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેનાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે અને તેની ચમક વધે છે. 

હર્બ્સથી કેવી રીતે સ્કિનને ડિટોક્સ?  
1. કોથમીર(ધાણા)

મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી કોથમીર પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખોરાકમાં તેનો ઉપયોગ કરવાથી શરીરની સાથે ત્વચાને પણ ડિટોક્સ કરવામાં આવે છે. જેના કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ધાણામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે, જે ત્વચા પર ફ્રી રેડિકલ્સની અસરને ઘટાડે છે. જેના કારણે ત્વચા સ્વચ્છ અને સાફ દેખાય છે.

સ્કીન પર Aloe Vera લગાવ્યા બાદ આ વસ્તુઓનો ભૂલથી પણ ન કરતા ઉપયોગ, ફાયદો નહીં  થશે નુકસાન | skin care mistakes do not use instantly this beauty product  after applying aloe vera

2. એલોવેરા
એલોવેરા એક એવો પ્લાન્ટ છે જે સ્વાસ્થ્ય અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓનો ઈલાજ છે. એલોવેરામાં ઠંડકનો ગુણ હોય છે. જે ઉનાળામાં સનબર્ન, ટેનિંગ, બર્નિંગ સેન્સેશન, ફોલ્લીઓ અને લાલાશ જેવી ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને કોષોના પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે. અતિશય ગરમી અને સૂર્યના સંપર્કમાં આવતા ત્વચાને થતા નુકસાનને ઠીક કરતી વખતે તે ત્વચાને ઠંડક આપે છે.

3. ચંદન
ચંદનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તે સાથે જ તેમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ તત્વો પણ જોવા મળે છે. તે ત્વચાને સનબર્ન, ખીલ, પિમ્પલ્સ વગેરે જેવી ઘણી સમસ્યાઓથી તાત્કાલિક રાહત આપે છે. તેનો ઉપયોગ પાણી અને ગુલાબજળમાં મિક્સ કરીને કરવાથી સ્કિન ડિટોક્સ થાય છે, જેના કારણે ફોલ્લીઓ અને પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે.

ખીલ હોય કે અન્ય કોઈ પણ સમસ્યા, આ 1 ઘરેલૂ ઉબટન નિખારશે ચહેરાની રંગત |  Turmeric and Rice flour Face Mask For Glowing skin and acne at Home

4. હળદર
હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી તત્વો પણ હોય છે. ત્વચાની બળતરા ઘટાડવાની સાથે તે પિગમેન્ટેશનની સમસ્યાને પણ દૂર કરે છે. હળદરનો ઉપયોગ ત્વચાને ડિટોક્સિફાય કરે છે, જે નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. તમારા ફેસપેકમાં હળદરનો ઉપયોગ કરવા ઉપરાંત હળદરમાં દૂધમાં મિક્સ કરી સ્કિન પર લગાવી શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ