બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 09:19 AM, 16 August 2023
બોડીને હેલ્ધી રાખવા માટે ભરપૂર પ્રમાણમાં પોષક તત્વોની જરૂર હોય છે અને પોષક તત્વોની જરૂરને પુરી કરવા માટે હેલ્ધી ડાયેટનું સેવન કરવાની જરૂર હોય છે. જેમાં દૂધ પણ સામેલ છે. મોટાભાગના લોકો રાત્રે દૂધ પીવાનું પસંદ કરે છે. જ્યારે અમુક એવા પણ છે જે બ્રેકફાસ્ટમાં દૂધ પીવે છે.
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન A, B6, D, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને આયોડીન જેવા પોષક તત્વો મળી આવે છે. દૂધને પોષણનો સારો સોર્સ માનવામાં આવે છે પરંતુ ખાદ્ય પદાર્થોની સાથે તેનું સેવન કરવાથી તમારે બચવું જોઈએ.
દૂધની સાથે ન કરો આ વસ્તુઓનું સેવન
દહીં
આયુર્વેદ અનુસાર દૂધની સાથે ક્યારેય પણ દહીંનું સેવન ન કરો અને દૂધ પીધા બાદ દહીંનું સેવન ન કરો. કારણ કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી તમને પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે અને પેટ ખરાબ થઈ શકે છે.
ખાટ્ટા ફળ
દૂધની સાથે ખાટ્ટા ફળોનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. જો તમે દૂધ અને ખાટ્ટા ફળનું સેવન એક સાથે કરો છો તો તેનાથી પેટમાં દુખાવો અને ઉલ્ટીની મુશ્કેલીઓ આવી શકે છે. ખાટ્ટા ફળ ખાવાના 2 કલાક પછી જ દૂધ પીવો.
ગોળ
ઘણા લોકો દૂધમાં મિઠાશ માટે ગોળ મિક્ષ કરે છે. ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આયુર્વેદમાં દૂધ અને ગોળનું સેવન એક સાથે કરવાને હાનિકારક માનવામાં આવે છે. તેનાથી તમારૂ પેટ ખરાબ થઈ શકે છે.
માછલી
માછલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તમારે દૂધની સાથે તેનું સેવન કરવાથી હંમેશા બચવું જોઈએ. તેનાથી તમને ડાઈજેશન સાથે જોડાયેલી સમસ્યા જેવી કે પેટમાં દુખાવો અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ફક્ત આટલું જ નહીં સ્કીન સાથે જોડાયેલી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.
સ્પાઈસી ફૂડ
જો તમે દૂધની સાથે મસાલેદાર ભોજનનું સેવન કરો છો તો હવેથી આવું બિલકુલ ન કરો. કારણ કે તેનાથી એસિડ રિફ્લેક્સની સાથે સાથે ઈનડાઈજેશનનો ખતરો પણ થઈ શકે છે.
સોલ્ટેડ સ્નેક્સ
ચિપ્સ જેવા સોલ્ટેડ સ્નેક્સની સાથે દૂધ પીવાની ભુલ ન કરો. કારણ કે તેમાં મીઠુ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જે બોડીમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સને ડિસ્ટર્બ કરે છે.
પ્રોટીનથી ભરેલી વસ્તુઓ
દૂધમાં પહેલાથી જ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. એવામાં જો તમે પ્રોટીનથી ભપૂર ભોજન પણ તેની સાથે કરશો તો તમારા પાચન તંત્ર પર ખૂબ ભાર પડી શકે છે. પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir