બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મુંબઈ / Having sex for money is not a crime, but in a public place: Mumbai court

મહારાષ્ટ્ર / પૈસા લઈને શારીરિક સંબંધ બનાવવા એ ગુનો નથી, પણ પબ્લિક પ્લેસ પર...: મુંબઈની અદાલતનો ચુકાદો

Priyakant

Last Updated: 09:45 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Court On Sex Work News: પોલીસે વેશ્યાલયમાં દરોડા પાડી મહિલાને આશ્રય ગૃહમાં મોકલી હતી, મહિલાની અરજી પર કોર્ટે કહ્યું કહ્યું, પૈસા લઈને શારીરિક સંબંધ બનાવવા એ ગુનો નથી, પણ પબ્લિક પ્લેસ પર નહિ

  • મુંબઈમાં સેક્સ વર્કરને સેશન્સ કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો
  • ફેબ્રુઆરી 2023માં દરોડામાં પકડાઇ હતી મહિલા સેક્સ વર્કર 
  • કોર્ટે કહ્યું, પૈસા માટે સેક્સ કરવું એ ગુનો નથી, જો તે જાહેર સ્થળે ન કરવામાં આવે તો

મુંબઈ પોલીસ દ્વારા ફેબ્રુઆરી 2023માં દરોડામાં પકડાયેલી મહિલા સેક્સ વર્કરને સેશન્સ કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાને મુક્ત કરતાં કોર્ટે કહ્યું હતું કે, પૈસા માટે સેક્સ કરવું એ ગુનો નથી, જો તે જાહેર સ્થળે ન કરવામાં આવે તો. 

ફેબ્રુઆરી 2023માં મુંબઈ પોલીસેએક વેશ્યાલય પર દરોડો પાડ્યો હતો, જ્યાં તેઓએ સેક્સ વર્ક કરવાના આરોપમાં 34 વર્ષીય મહિલાને શોધી કાઢી હતી અને પછી તેણીને આશ્રય ગૃહમાં અટકાયતમાં લીધી હતી. હવે મહિલાની અરજી પર સેશન્સ કોર્ટે શેલ્ટર હોમને તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

File Photo

શું કહ્યું મુંબઈની કોર્ટે ?
મહત્વનું છે કે, મુક્તિનો આદેશ આપતી વખતે કોર્ટે કહ્યું કે, અરજદાર પુખ્ત છે અને પોલીસ રિપોર્ટ પરથી એવું લાગતું નથી કે મહિલા કોઈ જાહેર સ્થળે સેક્સ વર્ક કરતી જોવા મળી હતી. એટલા માટે પીડિત ગમે ત્યાં રહેવા અને જવા માટે સ્વતંત્ર છે.

આ તરફ રાજ્યએ આ અંગેની આશંકા વ્યક્ત કરી કે, મહિલાને શેલ્ટર હોમમાંથી બહાર જવા દેવામાં આવે તો તે ફરીથી સેક્સ વર્કમાં સામેલ થઈ શકે છે. આ દલીલ પર કોર્ટે કહ્યું કે રાજ્યને સ્ત્રી/પુરુષની સ્વતંત્રતાને માત્ર એ આધાર પર અસર કરવાનો અધિકાર નથી કે, તે ફરીથી સેક્સ વેપારની આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થશે. કોર્ટે કહ્યું કે, સેક્સ વર્કરને સંભાવનાના આધારે કસ્ટડીમાં રાખવું યોગ્ય નથી.

File Photo

મહિલાના અધિકારોનું ઉલ્લંઘન ન કરી શકાય: કોર્ટ
આ સાથે કોર્ટે વધુમાં કહ્યું કે, જે મહિલાને અટકાયતમાં લેવામાં આવી છે તેના બે બાળકો છે, જે સગીર છે. આવી સ્થિતિમાં બાળકોને તેમની માતાની જરૂર છે. પોલીસે પણ મહિલાને તેની મરજી વિરુદ્ધ કોર્ટમાં રાખી છે, જે તેના અધિકારોનું ઉલ્લંઘન છે. તેથી સેક્સ વર્કર અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે મહિલાને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ