બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya on west Indies Cricket board, said at least provide basic facilities to players

ક્રિકેટ / વેસ્ટ ઈન્ડિઝમાં પરેશાન થઈ ગઈ ટીમ ઈન્ડિયા: હાર્દિક પંડ્યાએ કહ્યું બેસિક સુવિધાઓ તો આપો, ખેલાડીઓની ઊંઘ પૂરી ન થઈ

Vaidehi

Last Updated: 06:27 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વનડે સીરીઝ બાદ હાર્દિક પંડ્યાએ વેસ્ટઈંડિઝ ક્રિકેટ બોર્ડનાં મેનેજમેંટ પર સવાલો ઊઠાવ્યાં. કહ્યું કે," ખેલાડીઓને બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ."

  • વનડે સીરીઝ બાદ કેપ્ટન હાર્દિકે કરી આ વાત
  • કહ્યું ખેલાડીઓને બેઝિક સુવિધા મળવી જોઈએ
  • વેસ્ટઈંડિઝ મેનેજમેંટને લઈને કેપ્ટને BCCIને કરી ફરિયાદ

ટીમ ઈન્ડિયાએ વનડે સીરીઝ 2-1થી જીતી જેમાં હાર્દિકે ભારત માટે દ્વિતીય અને તૃતિય મેચમાં કેપ્ટનશીપ કરી હતી. ટીમ ઈન્ડિયાનાં સ્ટેંડ ઈન કેપ્ટન હાર્દિક પંડ્યાએ વેસ્ટઈંડિઝ ક્રિકેટ બોર્ડનાં મેનેજમેંટ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે,"અમે લક્ઝરી નથી માંગી રહ્યાં પરંતુ બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ."અનેક સીનિયર ખેલાડીઓએ પણ BCCIને ફરિયાદ કરી છે કે વનડે સીરીઝથી પહેલા ફ્લાઈટ 4 કલાક લેટ થઈ હતી. જેના કારણે મેચથી પહેલા ખેલાડીઓની નિંદર પૂરી નહોતી થઈ શકી.  

હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહી આ વાતો

1. ગતવર્ષે પણ ખરાબ મેનેજમેંટ હતું
આ (ત્રિનિદાદ) એક સારો ગ્રાઉન્ડ છે. આવતી વખતે જો અમે વેસ્ટઈંડિઝ આવી રહ્યાં છીએ તો અનેક ચીજો સુધારી શકાય તેમ છે. ટ્રાવેલિંગ જેવી ચીજો પર વેસ્ટઈંડિઝ બોર્ડે થોડું ધ્યાન આપવું જોઈએ. અમે લક્ઝરીની માંગ નથી કરી રહ્યાં પરંતુ બેઝિક સુવિધાઓ તો હોવી જ જોઈએ. ગતવર્ષે પણ સુવિધાઓ ઘણી ખરાબ હતી. મને લાગે છે વેસ્ટઈંડિઝ ક્રિકેટ બોર્ડે આ વાતને ગંભીરતાથી લેવું જોઈએ અને ખેલાડીઓ-સ્ટાફ વગેરેને બેઝિક સુવિધાઓ ફાળવવી જોઈએ.

2. ફ્લાઈટ 4 કલાક મોડી
ટીમ ઈન્ડિયાનાં બાકીનાં ખેલાડીઓએ ફ્લાઈટ ડિલેને લઈને ફરિયાદ કરી હતી. ખેલાડીઓએ કહ્યું હતું કે ત્રિનિદાદથી બારબાડોસની ફ્લાઈટ રાત્રે 4 કલાક મોડી પહોંચી હતી જે કારણે વનડે સીરીઝની પહેલી મેચ પહેલાં તેમની નિંદર પૂરી નહોતી થઈ શકી. કેટલાક સીનિયર ખેલાડીઓએ કહ્યું કે 2 મેચોની વચ્ચે જો ઘણો ઓછો સમય હોય તો લેટ નાઈટ ફ્લાઈટ્સ ન રાખવી. ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 24 જૂલાઈએ પૂર્ણ થઈ અને ટીમને 2 દિવસ બાદ જ બારબાડોસમાં  વનડે સીરીઝની પહેલી મેચ માટે હાજર થવું પડ્યું.

3. વિરાટ સાથે વાત કરી સારું લાગ્યું
હાર્દિકે કહ્યું કે હું લાંબી બેટિંગ કરવા ઈચ્છતો હતો. ગેમથી પહેલાં મેં વિરાટ કોહલી સાથે વાત કરી હતી. તેમણે મને પિચ પર થોડો સમય વ્યતિત કરવા કહ્યું અને 50 ઓવર ફોર્મેટમાં ઢળવાની એડવાઈઝ આપી હતી. તેમના અનુભવે મારી મદદ કરી. તેમની સાથે વાત કરી મને સારું લાગ્યું.

4. યુવા ખેલાડીઓને મોકો મળવો જોઈએ
હાર્દિકે કહ્યું કે વિરાટ અને રોહિત જેવા સીનિયર ખેલાડીઓને આરામ મળવો જરૂરી છે. તેનાથી ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓને પર્ફોર્મન્સ કરવાનો મોકો મળે છે. આપણે પણ યુવાનોને વધુ મોકો આપવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ