બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Happy Birthday Kanha : Krishna Janmotsav Celebrations in Dwarka, Dakor, Shamlaji, Greetings Beloved at Home

જન્માષ્ટમી 2023 / હેપી બર્થ ડે કાન્હા : દ્વારકા, ડાકોર, શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની વૈભવી ઉજવણી, ઘરે બેઠા કરો વ્હાલાના વધામણાં

Vishal Khamar

Last Updated: 01:11 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા ખાતે ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે ભગવાનને વિશેષ પૂજા-અર્ચનાં કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં આવેલ દ્વારકા, ડાકોર, શામળાજી તેમજ અમદાવાદનાં ઈસ્કોન મંદિર ખાતે ભક્તોએ ભજન-કીર્તન કર્યા હતા. તેમજ આરતી બાદ ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો.

  • નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી 
  • હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી નાં નાદથી મંદિર ગુંજી ઉઠ્યા
  • કૃષ્ણ મંદિરો ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

સમગ્ર રાજ્યમાં આજે ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાત્રીનાં 12 વાગ્યે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરનાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, ડાકોર, મથુરા તેમજ શામળાજી મંદિર જય રણછોડ.....માખણ ચોર, ગોકુલ મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, મથુરા મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી,  વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલ કી નાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. 

કાળીયા ઠાકરને  રત્નજડિત આભૂષણ પહેરાવ્યા હતા
દ્વારકામાં કૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. દ્વારિકાધીશનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવ્યા છે. તેમજ કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચડાવવામાં આવ્યા હતા. સોના-ચાંદીનાં તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. તેમજ વસ્ત્રોનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. તેમજ રાત્રે 12 વાગ્યે ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી હતી.

ઈસ્કોન મંદિર ખાતે મુખ્યમંત્રીએ દર્શન તેમજ પૂજા અર્ચના કરી
અમદાવાદ ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાાનનાં જન્મ દિવસની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ ઈસ્કોન મંદિર ખાતે ભક્તો કૃષ્ણભક્તિમાં લીન બન્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા.  મુખ્યમંત્રીએ ઈસ્કોન મંદિર ખાતે દર્શન તેમજ પૂજા કરી હતી. 

શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
શામળાજીમાં પણ ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવની ઉજવણી કરી હતી. ત્યારે શામળાજી મંદિરને લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું. ભક્તો ભગવાનનાં જન્મોત્સવની ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. કૃષ્ણમય બનેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. 

મંદિરોમાં દેવી-દેવતાઓના દર્શન કર્યા

મથુરામાં સ્થિત ભગવાન કૃષ્ણના અન્ય ઘણા મંદિરોમાં મધરાતે 12 વાગ્યે અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. હજારો શ્રદ્ધાળુઓએ શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત ભાગવત ભવન મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શ્રી કૃષ્ણ જન્મસ્થળથી વિદેશી ભક્તો અને કલાકારો દ્વારા એક ભીભાયાત્રા કાઢવામાં આવી હતી જે મથુરાના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકો પરથી પસાર થઈ હતી. મથુરાના દ્વારકાધીશ મંદિર, વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ વગેરે સહિત અન્ય મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ