બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / guru pushya yog 2023 may 25 shubh yog or 5 aspicious yog bring these things

Guru pushya yog 2023 / જલ્દી જ બનવા જઈ રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, ઘરે લઈ આવો આ 5 શુભ વસ્તુઓ, અનેક ગણા ફળ મળવાની છે માન્યતા

Bijal Vyas

Last Updated: 07:20 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 મેના રોજ ગુરુ પુષ્ય યોગની સાથે 5 શુભ યોગ બનવા જઇ રહ્યો છે. જેમાં વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ સામેલ છે

  • ગુરુ પુષ્ય યોગની સાથે 5 શુભ યોગ બનવાનો સંયોગ
  • વિવાહ છોડીને આ દિવસે દરેક માંગલિક કાર્ય કરી શકો છો
  • ગુરુ પુષ્પ યોગમાં સોના ખરીદતા પહેલા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે

Guru pushya yog 2023: 25 મે ના દુર્લભ ગુરુ પુષ્ય યોગ બનવા જઇ રહ્યો છે. આ યોગ ખાસ એટલા માટે માનવામાં આવી રહ્યો છે કારણ કે, મે મહિના બાદ આ યોગ ડિસેમ્બરમાં બનશે. તેની સાથે જ 25 મેના રોજ ગુરુ પુષ્ય યોગની સાથે 5 શુભ યોગ બનવા જઇ રહ્યો છે. જેમાં વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ બની રહ્યો છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 25 મેના રોજ શુભ કાર્ય કરશો, તે કાર્યની અનેક ગુના વૃદ્ધિ વધી શકશે. વિવાહ છોડીને આ દિવસે દરેક માંગલિક કાર્ય કરી શકો છો. 

ક્યારે બને છે ગુરુ પુષ્પ યોગ 
જ્યારે ગુરુવારના દિવસે પુષ્પ નક્ષત્ર હોય છે, ત્યારે આ દુર્લભ ગુરુ પુષ્પ યોગ બને છે. આ મોટુ શુભ ફળદાયી હોય છે. તો આવો જાણીએ કે, 25 મેના રોજ બનવા જઇ રહ્યો છે, ગુરુ પુષ્પ યોગવાળા દિવસ કઇ શુભ વસ્તુની ખરીદી કરવી જોઇએ?

Tag | VTV Gujarati

1. સોનુઃ સોનુ સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યુ છે. ગુરુ પુષ્પ યોગમાં સોના ખરીદતા પહેલા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. 

2. હરદળઃ દેવ ગુરુ બૃહસ્પતિનો શુભ રંગ પીળો છે અને હળદર શુભતાનું પ્રતિક છે. ગુરુ પુષ્પ યોગમાં હળદર ખરીદવી પણ શુભ માનવામં આવે છે. 

3. સિક્કોઃ ગુરુ પુષ્પ યોગના દિવસે ચાંદીનો સિક્કો કે લક્ષ્મીજી કે ગણેશજીનો સિક્કો ખરીદવાથી ઘરમાં બરકત આવે છે. 

4. ચણાની દાળઃ આ દિવસે ચણાની દાળ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ગુરુ ગ્રહની પૂજામાં ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ભોગ ભગવાન વિષ્ણુને પણ લગાવવામાં આવે છે. 

Topic | VTV Gujarati

5. ધાર્મિક વસ્તુઓઃ ગુરુ પુષ્પ યોગના દિવસે ધાર્મિક વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી નોકરીમાં પ્રગતિના યોગ બની રહે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ