બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati singer Vaishali Valsara murdered: Postmortem report

તપાસ / ગુજરાતી સિંગરના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, મોત કે હત્યાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો પર્દાફાશ

Vishnu

Last Updated: 12:10 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશાલી બલસારા મૃત્યુ કેસમાં ચોંકાવનારો વળાંક, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું,  શનિવારે રાત્રે ગુમ થઈ હતી ગાયિકા

  • વૈશાલી બલસારાના મૃત્યુને લઇ ખુલાસો
  • ગળુ દબાવીને હત્યા થઇ હોવાનો ખુલાસો
  • ગઈકાલે મળી આવ્યો હતો મૃતદેહ

ગઈકાલે વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાનો મૃતદેહ પાર નદી કિનારે બંધ કારમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસને માહિતી મળતી હતી કે કારમાં કોઈ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સીટ પર મળી આવ્યો હતો. 

ગઈકાલે શું થયું હતું?
પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો કે આ યુવતી કોણ છે?? ત્યારે પારડી પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ કારના માલિક અંગે માહિતી મેળવી હતી અને ત્યારે પારડી પોલીસને જાણવા મળ્યું હતું કે આ કાર વલસાડની વૈશાલી બલસારાના નામે છે ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. વૈશાલી બલસારાની ગુમ સુદાની ફરિયાદ તેના પતિ હિતેશ બલસારાએ શનિવાર રાત્રે બે વાગ્યે નોંધાવી હતી. જે મામલે વલસાડ સિટી પોલીસ તપાસ કરી રહી હતી. આમ પારડી પોલીસે વલસાડ સિટીનો સંપર્ક કરી ફરિયાદી હિતેશ બલસારાને તાત્કાલિક પારડી બોલાવ્યો હતો અને કારમાં રહેલી યુવતીની ઓળખ કરી હતી ત્યારે હિતેશ બરસારાએ તેની પત્ની વૈશાલી બલસારાની ઓળખ કરી લીધી હતી. પોલીસે આ મામલે મોતનું સાચું કારણ શોધવા માટે વૈશાલીના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનો ઘટસ્ફોટ
ત્યારે આજે વલસાડના સિંગર વૈશાલી બલસારા મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. વૈશાલીનું ગળુ દબાવીને હત્યા થઈ હોવાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.  પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ તેજ કરતા વૈશાલીના તમામ મિત્રોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. વૈશાલીના ભૂતકાળ અને વર્તમાન સંપર્કોને ખંગોળવામાં આવી રહ્યા છે. 31 ડિસેમ્બરે વલસાડ પોલીસે રેડ પાડીને વૈશાલીના ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જ્યાં વૈશાલી અને તેના મિત્રો દારૂ પાર્ટી કરી રહ્યા હતા. ત્યારથી લઈના હાલ સુધીના તમામ પાસાઓને સાંકળી પોલીસ તપાસ કરી રહી છે. 

પતિ પત્ની બંને જાણીતા સિંગર હતા
વલસાડ જિલ્લાની જાણીતી સિંગર વૈશાલી બલસારા નું મોટું નામ છે. તો તેનો પતિ હિતેશ બલસારા પણ સિંગર છે અને સ્ટેજ શોમાં ગિટાર પણ વગાડે છે. બંને પતિ પત્ની સ્ટેજ  શો કરી પોતાનું ગુજરાત ચલાવે છે. પતિ હિતેશ બલસારા એ  શનિવાર રાત્રે બે વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોતાની પત્ની મોડીરાત  સુધી ઘરે ન આવ્યા હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

વૈશાલી પારડીના  પાર નદી સુધી કઈ રીતે પહોંચી અને કોણે હત્યા કરી?
પોતાની બહેનપણીને મળવા જઈ જવાનું છે એમ કહીને બહાર નીકળેલી વૈશાલી નો મૃતદેહ પાર નદી કિનારે કારની પાછળની સીટમાં મળી આવ્યો હતો.  વૈશાલીની મોત પાછળ કયા કારણો જિમ્મેદાર છે તે મામલે પર તપાસ શરૂ કરી છે. વલસાડ થી વૈશાલી પારડીના  પાર નદી સુધી કઈ રીતે પહોંચી? તે પણ તપાસનો વિષય છે. આવા  તમામ સવાલો ના જવાબ મેળવવા માટે વલસાડ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ