બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદ / Gujarat Vibrant Global Summit 2024 2 august MoU of investment in chemical industries, might generate more than 2k job opportunities

ફાયદાની વાત / CMના હસ્તે ગુજરાતમાં 1,401 કરોડના વધુ 4 MOU, 5300 રોજગારી થશે ઉભી, જુઓ કયા સેક્ટરમાં કેટલાનું થશે રોકાણ

Vaidehi

Last Updated: 05:43 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભૂપેન્‍દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે રાજ્યમાં વધુ ૪ MoU થયાં. 2000થી વધુ રોજગારીની મોટી તકો સર્જાઈ.

  • વાયબ્રન્‍ટ ગુજરાત 2024 પહેલા જ MoU શરૂ
  • 24 કલાકમાં 4 મોટા MoU થયાં
  • 1401 કરોડ રૂપિયાનાં રોકાણો સાથે અઢળક રોજગારીની તકો સર્જાઈ

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં માત્ર 24 કલાકમાં જ CM ભૂપેન્‍દ્ર પટેલ,ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં 1401 કરોડ રૂપિયાનાં રોકાણો સાથે વધુ 4 નવાં MoU થયાં છે. આ રોકાણને લીધે રાજ્યમાં ૨ હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે. ગુજરાત સરકારે વાયબ્રન્‍ટ સમિટ પૂર્વે પ્રતિ સપ્તાહ MoUના ઉપક્રમની બે કડીમાં કુલ રૂ. ૨૭૬૧ કરોડના ૧૦ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ  સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

4 નવાં MoU થયાં
કેમિકલ સેક્ટરમાં 1401 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે રાજ્યમાં ફરી કુલ નવાં 4 MoU નોંધાયા છે. ટેક્ષટાઈલ સેક્ટરમાં-૧૮૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૨૨૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. 

  1. MoU અનુસાર સાયખા અને દહેજ GIDC ૨૦૨૪-૨૫-૨૬ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-૨માં રૂ.૫૦ કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. 
  2. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂ. ૪૯૩ કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે.
  3. હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂ. ૩૦૦ કરોડના રોકાણો સાથે દહેજ-૧માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્‍ટ શરુ કરશે.
  4. આશુ ઓર્ગેનિક ઈન્‍ડીયા પ્રા. લિમીટેડ દહેજ-૩માં રૂ.૧૦૮ કરોડના રોકાણ સાથે ડાઈસ એન્‍ડ પિગ્‍મેન્‍ટ ઈન્‍ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્‍ટ શરૂ કરવાના છે.

2000થી વધુ રોજગારીની તકો
વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો હતો. કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહોએ MoU કર્યા. આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે.  આ પહેલાં MoUના ઉપક્રમની બે કડીમાં કુલ રૂ. ૨૭૬૧ કરોડના ૧૦ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 5000થી વધુ  સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરીમાં શરૂ થશે
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે અને આ સમિટને સફળ બનાવવા માટે રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ