બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Gujarat still runs the coin of familyism, Gujarat vidhansbha Election 2022

પરિવારવાદ / ગુજરાત હજુ પણ પરિવારવાદનો ચાલે છે સિક્કો: કોંગ્રેસે 12 તો BJPએ જુઓ કેટલા નેતાપુત્રને આપી ટિકિટ

Priyakant

Last Updated: 04:45 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાંથી ઉભરી રહેલા ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે, પરિવારવાદના મૂળ રાજકારણમાં ઊંડા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવેલા ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો રાજકારણીઓના પુત્રો

  • ગુજરાત ચૂંટણીના સમીકરણો વચ્ચે પરિવારવાદ મહત્વનું પાસું ? 
  • ભાજપ અને કોંગ્રેસ બંનેએ રાજકીય પરિવારોના લોકોને તક આપી 
  • ભાજપે આવા 7 ઉમેદવારો તો કોંગ્રેસે 13 વ્યક્તિને ટિકિટ આપી 

ગુજરાતમાં દરેક વિધાનસભા ચૂંટણીમાં પક્ષો પરિવારવાદ પર પ્રહાર કરે છે. દાવો કરવામાં આવે છે કે, તેમના તરફથી પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાંથી ઉભરી રહેલા ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે પરિવારવાદના મૂળ રાજકારણમાં ઊંડા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવેલા ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો રાજકારણીઓના પુત્રો છે.

મહત્વનું છે કે, ગુજરાત ચૂંટણીના સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ બંનેએ તમામ રાજકીય પરિવારોના લોકોને તક આપી છે. ભાજપે આવા 7 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે 13ને ટિકિટ આપી છે. આ ઉમેદવારો સિટીંગ કે પૂર્વ ધારાસભ્યોના પુત્રો છે. સમાજવાદી પાર્ટી પણ આ લિસ્ટમાં છે જેના પર યુપીમાં પરિવારવાદનો વારંવાર આરોપ લાગે છે. કુતિયાણા વિધાનસભા બેઠક પરથી 'ગોડમધર' તરીકે જાણીતા પૂર્વ ધારાસભ્ય સંતોખબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાને સપાએ ટિકિટ આપી છે.

જોકે આ ઉમેદવારોની ટિકિટ નક્કી કરવામાં તેમના પિતાનો રાજકીય વારસો અને જીતવાની ક્ષમતા મુખ્ય પરિબળો હતા. ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને પણ કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે. અમરસિંહ ચૌધરી 1985 થી 1989 સુધી ગુજરાતના સીએમ હતા. તેમના પુત્ર ડો.તુષાર ચૌધરીને ટિકિટ મળી છે. કોંગ્રેસે 1996 થી 1997 સુધી ગુજરાતના સીએમ રહેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને પણ ટિકિટ આપી છે. તુષાર ચૌધરી કહે છે, 'મારા પિતા ખેડબ્રહ્માથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હું બાળપણથી જ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સાથે જતો હતો. બાયડ બેઠક પર મહેન્દ્રસિંહ વાઘેલા મેદાનમાં છે. તેઓ કહે છે, 'હું જે સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છું ત્યાંના લોકો અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મારો ગાઢ સંબંધ છે.'

ભાજપે કોને કોને આપી ટિકિટ ? 

ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને પણ ટિકિટ આપી છે. આ ઉપરાંત અન્ય પૂર્વ કેબિનેટ મંત્રી વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાને તક મળી છે. ભૂષણ જમાલપુર-ખાડિયા અને જયેશ જેતપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ દ્વારા જે સાત લોકોને ટિકિટ આપવામાં આવી છે તેમાંથી ત્રણ રાજકીય પરિવારો સાથે જોડાયેલા કોંગ્રેસના નેતાઓના પુત્રો છે. તેમાંથી કેટલાકના પક્ષ બદલવાનું સૌથી મોટું કારણ તેમના પુત્રોને ટિકિટની ખાતરી હતી.

મધ્ય ગુજરાતના દસ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહન સિંહ રાઠવા દાયકાઓ સુધી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમને આશંકા હતી કે, તેમના પુત્ર રાજેન્દ્ર સિંહને છોટા ઉદેપર બેઠક પરથી ટિકિટ નહીં મળે. ઉમેદવારોના નામની જાહેરાતના થોડા દિવસો પહેલા મોહન સિંહ રાઠવાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ઝંડો હાથમાં લીધો હતો. રાજેન્દ્રસિંહ રાઠવા હવે છોટા ઉદેપુર બેઠક પર ભાજપનો ચહેરો છે. તેઓ કોંગ્રેસના અન્ય વરિષ્ઠ આદિવાસી નેતા અને પૂર્વ રેલ મંત્રી નારણ રાઠવાના પુત્ર સંગ્રામ સિંહ સામે છે. ભાજપે સાણંદથી કનુ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કરમસિંહ મકવાણાના પુત્ર પણ છે. કરમસિંહ 2012 અને 2017માં કોંગ્રેસની ટિકિટ પર સાણંદથી જીત્યા હતા. આ પછી તેઓ ભાજપમાં જોડાયા. ભાજપે કનુ મકવાણાને તેમના પિતાની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીત્યા. ફરી એકવાર કનુ મકવાણા અહીંથી લડી રહ્યા છે.

કોંગ્રેસે કોને કોને આપી ટિકિટ ? 

યોગેન્દ્ર પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રામસિંહ પરમારના પુત્ર છે. તેઓ થાસરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ રામ સિંહને 2017માં ટિકિટ મળી હતી. ચૂંટણીમાં રામ સિંહનો પરાજય થયો હતો, પરંતુ આ વખતે તેમના પુત્ર યોગેન્દ્રને તક મળી છે. વંશના ધ્વજ ધારકોને તક આપવામાં કોંગ્રેસ પણ પાછળ નથી. પાર્ટીએ ડીસા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે. તેમના પિતા આ બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પોતાની સીટ બચાવવા માટે જંગ લડી રહ્યા છે. તેઓ ચાર વખતના ધારાસભ્ય મનુભાઈ પરમારના પુત્ર છે. શૈલેષ પરમાર કહે છે, 'મારો આખો પરિવાર રાજકારણ સાથે સંકળાયેલો છે અને હું બાળપણથી જ તેનો એક ભાગ રહ્યો છું. મારા પિતાનું સારું કામ મારી ચૂંટણીમાં મને ખૂબ મદદ કરશે અને હું તેમનો વારસો અકબંધ રાખવાનો પ્રયાસ કરીશ. પુત્રોની ભીડમાં ચોટીલાના સાત વખતના ધારાસભ્ય કરમસિંહ મકવાણાની પુત્રી કલ્પના ધારિયા પણ છે. કરમ સિંહ કોંગ્રેસ અને જનતા દળ તેમજ અપક્ષો સાથે ચૂંટણી જીત્યા છે. કલ્પનાને લીંબડીથી કોંગ્રેસની ટિકિટ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ