બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat Government old aircraft B2100 will be used as Air ambulance, MOU will be done in Vibrant Summit

ખાસ સેવા / ગુજરાત સરકારની વાઈબ્રન્ટ વિચારણા, શરૂ કરશે એવી સેવા કે દર્દીઓને થશે મોટો ફાયદો

Kiran

Last Updated: 04:43 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 108ની જેમ શરૂ થઈ શકે છે એર એમ્બ્યુલન્સ સેવા, આ સેવા શરૂ થતા રાજ્યમાં બિમાર દર્દીઓને થશે મોટો ફાયદો

  • રાજ્ય સરકાર દ્વારા શરુ કરાશે એર એમ્બ્યુલન્સ સેવા
  • વાઇબ્રન્ટ સમિટમાં સરકાર અને GVK કરશે MOU
  • સરકારના જુના એરકાફ્ટ B2100નો કરાશે ઉપયોગ 

ગુજરાતમાં દર્દીઓને હવે નવીતમ સુવિધાનો લાભ મળી શકે છે રાજ્યમાં હવે 108 સેવાની જેમ એર એમ્યુલન્સ સેવા પણ શરૂ થઈ શકે છે, કેમ કે રાજ્ય સરકાર આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં GVK સાથે MOU કરી શકે છે. 



 

વાઇબ્રન્ટ સમિટમાં સરકાર અને GVK કરશે MOU

અહેવાલો મુજબ વાઈબ્રન્ટ સમિટમાં સરકાર અને GVK કરાર કરશે, જેમાં જુના એરક્રાફ્ટ એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ લેવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકારના જુના એરક્રાફ્ટ B2100નો ઉપયોગ કરી દર્દીઓ માટે એર એમ્બ્યુલન્સની ખાસ સેવા શરૂ કરાશે. 

સરકારના જુના એરકાફ્ટ B2100નો કરાશે ઉપયોગ 

B2100 એર એમ્બ્યુલન્સ માટે DGCA પાસે મંજૂરીની માંગ કરવામાં આવી છે, જો મંજૂરી મળશે તો એર એમ્બ્યુલન્સની જરૂરિયાતમંદ દર્દીઓને સરકાર સુવિધા આપશે પરતું તેના બદલામાં સરકાર દર્દીઓ પાસેથી ઓપરેટિંગ ચાર્જ પણ વસુલવામાં આવશે, એટલે ઓપરેટિંગ ખર્ચ દર્દીઓએ ચુકવવાનો રહેશે એટલું જ નહીં એર એમ્બ્યુલન્સની સેવા લેનાર દર્દીએ 108માં નોંધણી કરાવી પડશે, જેમાં 108 નોંધણી આધારે સરકાર પાસે મંજૂરી લેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ