બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat Assembly by-elections 2020 Limbdi seat Congress candidat Chetan Khachar

પેટાચૂંટણી / અનેક તર્કવિતર્ક વચ્ચે કોંગ્રેસે લીંબડી બેઠક પર આ ઉમેદવારને આપી દીધી ટિકિટ

Hiren

Last Updated: 10:38 PM, 15 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો રાજ્યમાં જંગ જામ્યો છે ત્યારે ભાજપે તમામ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો સ્પષ્ટ કરી દીધા હતા. જોકે કોંગ્રેસને એક લીંબડીની બેઠક પર ઉમેદવારની જાહેરાત બાકી હતી. ત્યારે અનેક તર્કવિતર્ક વચ્ચે કોંગ્રેસે લીંબડી બેઠક પરથી ચેતન ખાચરને ટિકિટ આપી દીધી છે.

  • લીંબડી બેઠકને લઇ મોટા સમાચાર
  • કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર કર્યા નક્કી
  • ચેતન ખાચરને અપાઇ ટિકિટ

લીંબડી વિધાનસભા બેઠકે કોંગ્રેસ માટે અસમંજસની સ્થિતિ ઉભી કરી હતી. ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી હતી. જ્યારબાદ કોંગ્રેસ દ્વારા પ્લાન B તૈયાર કરવામાં આવ્યો હતો કે, ક્ષત્રિય ઉમેદવાર સામે કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. પરંતુ છેલ્લી ઘડીએ સમીકરણો બદલાયા છે. કોંગ્રેસે કાઠી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા લીંબડી બેઠક પર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય થશે. લીંબડીમાં ચેતન ખાચરને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું છે. હાલતો કોંગ્રેસમાં લીંબડીનું કોકડું ઉકેલાયું છે. ચેતન ખાચર કાઠી સમાજમાંથી આવે છે. કિરીટસિંહ સામે કોંગ્રેસમાંથી ચેતન ખાચર લડશે. આવતીકાલે સવારે ફોર્મ ચેતન ખાચર ભરશે.

ડાબે ચેતન ખાચર(કોંગ્રેસ) અને જમણે કિરીટસિંહ રાણા(ભાજપ)

લીંબડીંમાં કોળી ઉમેરવારને મુદ્દે અસમંજસ હતી પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસે તમામ 8 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ બાદ લીંબડી બેઠક પર નામ જાહેર કર્યું છે. જોકે ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપતા કોળી સમાજ અને અન્ય સમાજો પણ નારાજ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

અબડાસા
ભાજપ - પ્રદ્યુમનસિંહ જાડેજા
કોંગ્રેસ - શાંતિલાલ સેંઘાણી 

મોરબી
ભાજપ - બ્રિજેશ મેરજા
કોંગ્રેસ - જયંતિલાલ પટેલ

ધારી
ભાજપ - જે.વી.કાકડિયા
કોંગ્રેસ - સુરેશ કોટડિયા

ગઢડા
ભાજપ - આત્મારામ પરમાર
કોંગ્રેસ - મોહનલાલ સોલંકી

કરજણ
ભાજપ - અક્ષય પટેલ
કોંગ્રેસ - કિરિટસિંહ જાડેજા

લીંબડી
ભાજપ - કિરિટસિંહ રાણા
કોંગ્રેસ - ચેતન ખાચર

કપરાડા
ભાજપ - જિતુ ચૌધરી
કોંગ્રેસ - બાબુભાઈ વરથા

ડાંગ
ભાજપ - વિજય પટેલ
કોંગ્રેસ - સુર્યકાંત ગાવિત

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ