બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / guinness world record man world record by watching spider man no way home 292 times

બનાવ્યો રેકોર્ડ / આ વ્યક્તિને થયું ફિલ્મો જોવાનું વ્યસન, એકની એક ફિલ્મ 292 વખત જોઈને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Premal

Last Updated: 01:07 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે એક જ ફિલ્મને કેટલી વખત જોઈ શકો છો? એક-બે અથવા પછી 10 વખત, પરંતુ એક શખ્સે આવુ કઈક કરી બતાવ્યું છે. જે અંગે જાણીને તમે હેરાન રહી જશો. આ વ્યક્તિએ ત્રણ મહિનામાં 292 વખત એક જ ફિલ્મને જોઈ. આમ કરીને આ વ્યક્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તેના નામે કરી દીધો.

  • એક વ્યક્તિએ ત્રણ મહિનામાં 292 વખત એક ફિલ્મને જોઈ
  • આ વ્યક્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
  • આ વ્યક્તિએ ગયા વર્ષે સ્પાઈડર-મેન: નો વે હોમને 292 વખત જોઈ

આ શખ્સે 292 વખત જોઈ સ્પાઈડર મેન 

આ સાથે એક જ ફિલ્મમાં સૌથી વધુ સિનેમા પ્રોડક્શનમાં ભાગ લેવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. રેકોર્ડ કીપર મુજબ, અમેરિકાના ફ્લોરિડામાં રહેતા રામિરો એલાનિસે ગયા વર્ષે 16 ડિસેમ્બર 2021થી ચાલુ વર્ષે 15 માર્ચ 2022ની વચ્ચે સ્પાઈડર-મેન: નો વે હોમને 292 વખત જોઈ. તેણે લોકપ્રિય માર્વલ કૉમિક્સ કેરેક્ટર સ્પાઈડર-મેન પર આધારિત સુપરહીરો ફિલ્મ જોવા માટે 720 કલાક એટલેકે 30 દિવસ વિતાવ્યાં. ટિકિટો પર લગભગ $ 3400 (લગભગ રૂ. 2.59 લાખ) ખર્ચ કરવામાં આવ્યાં. 

આની પહેલા પણ બન્યો છે આવો રેકોર્ડ

રામિરો એલાનિસે આની પહેલા 2019માં એવેન્જર્સ: એન્ડગેમને 191 વખત જોવાનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો. પરંતુ આ રેકોર્ડને 2021માં અરનૉડ ક્લેને તોડી નાખ્યો. જેણે કામેલૉટ: ફર્સ્ટ ઈન્સ્ટૉલમેન્ટને 204 વખત જોઈ. રામિરો એલાનિસે તેની દાદી માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ જીત્યો. પહેલા થોડા અઠવાડિયા એલાનિસે દરરોજ પાંચ સ્ક્રિનિંગ જોઈ. એટલેકે દરરોજ 12 કલાક અને 20 મિનિટ સ્ક્રીન પર નજર મંડાયેલી છે. એક ફિલ્મને ઘણી વખત જોવી ખૂબ કપરું કામ છે. અમુક શરતો છે કે જેને પૂર્ણ કરવાની જરૂર નથી. રેકોર્ડ બનાવનારા વ્યક્તિને સ્ક્રીનિંગ દરમ્યાન ફક્ત ફિલ્મ જોવી પડશે. જેનો અર્થ છે, વ્યક્તિ તેના ફોનને જોઈ શકતો નથી. બાથરૂમમાં બ્રેક ના લઈ શકીએ અથવા ઊંઘ લઈ શકતા નથી. આ વાત અહીં સમાપ્ત થતી નથી તેને દરેક વખતે આખી ફિલ્મ જોવી પડશે. જેમાં બધી ક્રેડિટ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ