બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Groundnut will be purchased at support price in Gujarat, online registration will start from this date

BIG NEWS / ગુજરાતમાં ટેકાના ભાવે થશે મગફળીની ખરીદી, આ તારીખથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 03:02 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં ખેડૂતોને તેઓનાં પાકનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ તેમજ સોયાબિનની સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવશે. જે ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન ગામનાં વીસી મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

  • રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની થશે ખરીદી
  • ખેડૂતો પાસેથી રૂ.6,634 કરોડની મગફળી ખરીદાશે
  • 9.98 લાખ મેટ્રિકટન મગફળીની સરકાર કરશે ખરીદી
  • ખેડૂતો ઈ-સમૃદ્ધ પોર્ટલ પર કરાવી શકશે નોંધણી

 આ બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, તા. 22 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે મારા અધ્યક્ષ સ્થાને ખરીફ પાકોની ટેકાનાં ભાવે ખરીદી કરવા અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં રાજ્યનાં ખેડૂતોનાં ખરીફ પાકોનાં ઉત્પાદન ટેકાનાં ભાવે ખરીદવા માટે વિવિધ નિર્ણય લેવામાં આવેલ હતા.  મગફળીની ખરીદી માટે 9 લાખ 98 હજાર મેટ્રીકટન મગફળી ટેકાનાં ભાવે ખરીદી લગભગ રૂપિયા 6364 કરોડની કિંમતની  મગફળી ટેકાનાં ભાવે ખરીદ કરવાનો સરકારે નિર્ણય લીધો છે અને 420 કરોડ ઉપરાંતનાં 91343 મેટ્રીકટન સોયાબીનની પણ ખરીદી કરવાનો સરકારે નિર્ણય લીધો છે.  ઉપરાંત મગ અને અડદની પણ ટેકાનાં ભાવે ખરીદી કરવાની સરકારે કાર્યવાહી હાથ ધરી છે. 

ખેડૂતો ઈ-સમૃદ્ધ પોર્ટલ પર કરાવી શકશે નોંધણી
ગાંધીનગર ખાતે જ્યારે આ મીટીંગ મળી ત્યારે આ ખરીદી કરવા માટેનાં આયોજન માટેની પણ વ્યવસ્થા  વિચારાઈ છે. અને આગામી તા. 21 ઓક્ટોમ્બરથી ખરીફ પાકોની ટેકાનાં ભાવે ખરીદી કરવાનું શરૂ કરવામાં આવે તેવો નિર્ણય લીધો છે.  ખેડૂતો 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધી ઈ ગ્રામ કેન્દ્રો મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન પોતાના ગામનાં વીસી દ્વારા આ નોંધણી પોતાને જે વસ્તુ ટેકાનાં ભાવે વેચવી છે. એની નોંધણી ઓનલાઈન કરાવી શકશે. 

ટેકાનાં ભાવે ખરીદી માટેની વ્યવસ્થાનું પણ આયોજન સરકારે કરી દીધુ
વડાપ્રધાન ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે સતત ચિંતીત છે.  ખેડૂતોની આવક વધે તેના માટે પણ ચિંતીત છે. ખેડૂતોની આવક ડબલ કરવાનાં સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ. આ માટે જ ખરીફ સીઝનની વાવણીની શરૂઆત પહેલા જ ખરીફ સીઝનમાં ઉત્પાદિત ચીજોનો ટેકાનાં ભાવ માટેનો નિર્ણય કરી જાહેર કર્યો. જેથી ખેડૂતો પોતાને કઈ ચીજનાં કેટલા ભાવ મળશે એ ગણતરી કરીને વાવેતર કરે અને ઉત્પાદન શરૂ થાય એ પહેલા જ એનાં ટેકાનાં ભાવે ખરીદી માટેની વ્યવસ્થાનું પણ આયોજન સરકારે કરી દીધુ છે.  કેટલો જથ્થો ટેકાનાં ભાવે ખરીદવો,  કેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવા, આ બધી વ્યવસ્થા રાજ્ય સરકારે અગાઉથી જ આ કામગીરી કરી દીધી છે. 
મગ અને અડદની પણ ટેકાના ભાવે થશે ખરીદી
મગફળીનો ટેકાનો ભાવ 6377 પ્રતિ ક્વિન્ટલ,  મગનો ટેકાનો ભાવ 8558 પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનનો ટેકાનો ભાવ 4600 પ્રતિ ક્વિન્ટલે અગાઉ જાહેર કરવામાં આવેલ હતો. અને એ મુજબ આ ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 
160 કેન્દ્ર પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે
જરૂરી ખરીદ કેન્દ્રો પણ નક્કી કરવામાં આવ્યા છે.  જેમાં મગફળી માટે રાજ્યમાં 160 ખરીદ કેન્દ્રો,  મગ માટે 73 કેન્દ્રો, અડદ માટે 105 કેન્દ્રો અને સોયાબીનની ખરીદી માટે 97 જેટલા ખરીદ કેન્દ્રો નક્કી કર્યા છે. અને જ્યારથી ટેકાનાં ભાવે આ ખરીદીની પ્રક્રિયા શરૂ થશે.  જેથી રાજ્યનાં ખેડૂતોને ખરીફ ઋતુમાં જે ઉત્પાદિત જણસીઓ છે.  એમાં આર્થિક નુકશાન ન જાય,  ખેડૂતોને પુરા ભાવ મળી રહે.  હું માનું છુ કે આ ટેકાનાં ભાવની ખરીફ ઋતુનાં પાકોની  ખરીદીથી રાજ્યનાં ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ