બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Govt forms Cotton Council of India to bring tangible improvement in sector

દિલ્હી / કાપડ ઉદ્યોગની દશા સુધારવા કેન્દ્રનો મોટો નિર્ણય, કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચના કરી, ખેડૂતોને પણ ફાયદો

Hiralal

Last Updated: 06:27 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપાસ કપાવતા ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે દિગ્ગજ ઉદ્યોગપતિ સુરેશ કોટકની આગેવાનીવાળા કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચના કરી છે.

  • કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચના કરી 
  • દિગ્ગજ ઉદ્યોગપતિ સુરેશ કોટકને સોંપાયો ચેરમેનનો કાર્યભાર
  • કપાસના ભાવો સંબંધિત મુદ્દાઓનો લાવશે ઉકેલ
  • કપાસ કપાવતા ખેડૂતોને થશે મોટો લાભ 

કપાસ કપાવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને તેમને તેમના પાકના સારા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચના કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કાપડ મંત્રી પિયૂષ ગોયેલે આ વાતની જાહેરાત કરી છે. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયા કાપડ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ પણ દૂર કરશે. 

ખેડૂતોને પણ થશે ફાયદો
કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચનાથી ફક્ત કાપડ ઉદ્યોગને જ નહીં પરંતુ ખેડૂતોને પણ ફાયદો થશે. ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળી રહેશે. તેમજ તેઓ તેમનો પાક ગમે ત્યાં વેચી શકશે. 

કેન્દ્રીય કાપડ મંત્રીએ બોલાવી મોટી બેઠક 
કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે ચાલુ સિઝનમાં કપાસ અને યાર્નના ભાવમાં જોવા મળેલા અભૂતપૂર્વ ભાવ વધારા અંગે ચર્ચા કરવા માટે કોટન વેલ્યુ ચેઇનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. કાપડ પ્રધાને "તમામ હિતધારકોને સ્પર્ધા અને સુપર નફાકારકતાને બદલે સહયોગની ભાવનાથી, સરકારને હસ્તક્ષેપ કરવા દબાણ કર્યા વિના, કપાસ અને યાર્નના ભાવનો મુદ્દો ઉકેલવા માટે સ્પષ્ટ અને જોરદાર સંદેશ આપ્યો હતો, કારણ કે તેની કપાસની મૂલ્ય સાંકળ પર લાંબા ગાળાની અસર પડી શકે છે", તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં ચાલુ સિઝનમાં જોવા મળેલા અભૂતપૂર્વ ભાવવધારાને પહોંચી વળવા માટે કપાસ અને યાર્નના ભાવમાં તાત્કાલિક ધોરણે નરમાઇ લાવવા માટે વિવિધ પ્રકારના અભિપ્રાયો અને સૂચનો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો, એમ ટેક્સટાઇલ મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રીએ કપાસના ખેડુતોની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે બિયારણની વધુ સારી ગુણવત્તાની ઉપલબ્ધતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પછાત અને આગળના એકીકરણમાં રોકાયેલા હોદ્દેદારોને તમામ શક્ય ટેકો આપવા ઉપરાંત કપાસના ખેડુતોની હેન્ડહોલ્ડિંગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વણકરો અને વણાટકામ કરતા લોકોના હિતોની રક્ષા કરાશે 
કપાસના ખેડૂતો, વણકરો અને વણાટકામ કરતા લોકોના હિતોની રક્ષા કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તેવું કહેતા મંત્રી ગોયેલે વણાટ ઉદ્યોગને ઈમ્પોર્ટ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની માગની સક્રિય વિચારણા કરવાની ખાતરી આપી હતી. 

કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયા કોણ કોણ થશે સામેલ 

સરકારે સુરેશ ભાઈ કોટકની અધ્યક્ષતામાં કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચના કરી છે જેમાં ટેક્સટાઇલ્સ, એગ્રિકલ્ચર, કોમર્સ, ફાઇનાન્સ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રતિનિધિત્વ ધરાવશે. પ્રસ્તાવિત કાઉન્સિલની પ્રથમ બેઠક 28 મેના રોજ યોજાશે, જેમાં કોટન સેગમેન્ટમાં નક્કર સુધારો લાવવા માટે ચર્ચા, વિચાર-વિમર્શ અને એક મજબૂત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ