બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Govind Patel was persuaded by the BJP organization vijapur

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતની આ બેઠક પર અસંતોષ ડામવામાં આખરે ભાજપને મળી સફળતા, જાણો શું હતો સમગ્ર વિવાદ

Ajit Jadeja

Last Updated: 12:31 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજાપુરમાં રાજીનામું આપનાર તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન ગોવિંદ પટેલને ભાજપ સંગઠને મનાવી લીધા

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપમાં અસંતોષ ડામવામાં પક્ષને મોટી સફળતા મળી છે.  રાજીનામું આપનાર તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન ગોવિંદ પટેલને ભાજપ સંગઠને મનાવી લીધા છે. વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી સી.જે.ચાવડાને ટિકિટ અપાયા બાદ ગોવિંદ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી.  અને વિરોધ દર્શાવીને પક્ષમાંથી રાજીનામુંઆપ્યુ હતું. જેને લઇને રાજકિય માહોલ ગરમાયો હતો. વિજાપુર વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી જાહેર થઇ છે ત્યારે ભાજપ પણ સાવચેત બન્યુ હતુ અને ગાંધીનગરમાં રત્નાકરજી સાથે મુલાકાત બાદ ગોવિંદભાઇ પટેલને મનાવી લેવાયા હતા.

ભાજપ સંગઠને મનાવી લીધા

લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં વિજાપુર બેઠકનો પણ સમાવેશ થાય છે.  વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સી.જે.ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. જેમાં પૂર્વ તાલુકા પ્રમુખ ગોવિંદ પટેલે નારાજગી દર્શાવી રાજીનામું આપ્યું હતું ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી દોડતા થઇ ગયા હતા.  જો કે ભાજપ સંગઠન દ્વારા આખરે ગોવિંદ પટેલને મનાવી લેવામાં આવ્યા છે.

 

ગાંધીનગરમાં બેઠક બાદ સુર બદલાયા

ગોવિંદ પટેલે સી.જે.ચાવડાને ટીકીટ મળતા રોષ ઠાલવ્યો હતો. સી.જે.ચાવડા આ પહેલા કોંગ્રેસમાંથી ચુંટાઇને ધારાસભ્ય બન્યા હતા તેમણે રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે ત્યારે આયાતી ઉમેદવારને ટિકિટ આપતા નારાજગી જોવા મળી હતી.  વિજાપુર વિધાનસભામાં અળગા રહેવાની ગોવિંદ પટેલે વાત કરી હતી. જો કે ગાંધીનગર રત્નાકરજી સાથે મુલાકાત બાદ ગોવિંદભાઇ પટેલને મનાવી લેવાયા છે.

આ પણ વાંચો ઃ અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ! કમોસમી માવઠાથી તાપીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર

કોંગ્રેસથી નારાજ થઇ સી.જે.ચાવડા ભાજપમાં જોડાયા

વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા રાજીનામું આપી દીધુ હતુ અને ચુંટણી પહેલા તેઓ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.. સી.જે.ચાવડાએ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે.  સી.જે. ચાવડાની સફર કોંગ્રેસ સાથે લાંબી રહી હતી.  સી.જે.ચાવડાએ કહ્યું હતુ કે, હવે હું ભાજપ માં જોડાઈ ગયો છું અને મને જે કામગીરી આપવામાં આવશે તે કામગીરી કરીશ. મને ખ્યાલ છે કે, આ વિજાપુર તાલુકામાં કોને શું જોઈએ છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શક્તો નથી.  કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ