બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Google is going to launch Android Earthquake Alerts System in India next week

વોર્નિંગ.. / ગુગલ લાવ્યું ગજબનું ફીચર, હવે ભૂકંપ આવ્યા પહેલા જ ફોનમાં મળી જશે ચેતવણી, પણ આ લોકોને પડશે ખબર

Vaidehi

Last Updated: 07:33 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એંડ્રોયેડ યૂઝર્સને ભૂકંપ આવવાની થોડી સેકન્ડ પહેલા એલર્ટ મળી જશે. ગૂગલે એક સિસ્ટમ બનાવી છે જે ભૂકંપ એલર્ટ ફોન પર આપે છે.

  • એંડ્રોયેડ યૂઝર્સને ભૂકંપ એલર્ટ આપશે ગૂગલ
  • આવતાં સપ્તાહથી લૉન્ચ થશે આ સિસ્ટમ
  • 2 પ્રકારે ફોન પર આપવામાં આવશે એલર્ટ

ભારતમાં એંડ્રોઈડ યૂઝર્સને હવે ભૂકંપ આવવાથી પહેલા ચેતવણીભર્યો મેસેજ મળી જશે. ટેક કંપની ગૂગલ એક નવી સિસ્ટમ લૉન્ચ કરવા જઈ રહી છે. તેનું નામ છે Android Earthquake Alert System. આ સિસ્ટમની મદદથી કંપનીનાં યૂઝર્સ સુધી ભૂકંપનો એલર્ટ મોકલવામાં આવશે. અનેક દેશોમાં પહેલાથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ?
ગૂગલ આ સિસ્ટમને ભારતમાં પણ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. દેશમાં આ સર્વિસ લૉન્ચ કરવા માટે કંપની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA અને નેશનલ સીસ્મોલોજી સેંટર NSC સાથે વાતચીત કરી રહી છે. ગૂગલની ટેકનોલોજી ભૂકંપનાં ઝટકાઓ શરૂ થવા પહેલા જ વોર્નિંગ મોકલવાનું કામ કરે છે.

આવી રીતે થશે જાણ
ગૂગલે કહ્યું કે આ સિસ્ટમ તમારા ફોનને એક મિની અર્થક્વેક ડિટેક્ટરમાં બદલી દેશે. અર્થક્વેક એલર્ટ સિસ્ટમ ફોનમાં હાજર એક્સેલેરોમીટરનો સીસ્મોગ્રાફની રીતે ઉપયોગ કરે છે. જે તમારા ફોનને ચાર્જિંગમાં ન લાગેલો હોય અને હલન-ચલન ન કરતો હોય તો ભૂકંપનાં શરૂઆતી સંકેતોને ઓળખી શકે છે. જો એકસાથે ઘણાં ફોન ભૂકંપનાં ઝટકાઓની ઓળખ કરે છે તો ગૂગલનાં સર્વરને ખબર પડી જશે.

 

2 પ્રકારથી કરશે એલર્ટ
સંકેતો જાણીને ગૂગલને ખબર પડશે કે ભૂકંપ ક્યાં આવી શકે છે અને તેની તીવ્રતા કેટલી હશે. આ બાદ ગૂગલ એ એરિયાની આસપાસનાં ફોનને એલર્ટ મોકલશે. ભૂકંપનાં મેગ્નીટ્યૂડનાં આધાર પર એલર્ટને 2 પ્રકારોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. 4.5  મેગ્નીટ્યૂડ દરમિયાન MMI 3 અને 4 નાં ઝટકા માટે Be Aware Alert આવશે. જ્યારે 4.5થી વધારેનાં મેગ્નીટ્યૂડ દરમિયાન MMI 5+ ઝટકા માટે Take Action Alert મોકલવામાં આવશે.  પાવરફુલ ભૂકંપની સ્થિતીમાં ડૂ નૉટ ડિસ્ટર્બ સેટિંગ હોવા છતાં પણ એલર્ટ મોકલવામાં આવશે અને હાઈ વોલ્યુમમાં અવાજ વાગશે. પરિણામે તમે સુરક્ષિત સ્થાન પર શિફ્ટ થઈ શકો છો.

આ યૂઝર્સને મળશે ફાયદો
આ સિસ્ટમ ઈન્ડિયામાં એંડ્રોઈડ યૂઝર્સને મળી શકશે. જો કે માત્ર એંડ્રોઈડ 5 કે તેનાથી હાઈ વર્ઝનનો ઉપયોગ કરતાં લોકોને જ ભૂકંપ એલર્ટ મળી શકશે. આવતા સપ્તાહથી આ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ