બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gold rich to Rs.70 thousand within time. Lok Sabha elections, fed rate & high demand may boost gold prices

સોનાની ચમક! / ગોલ્ડ અબકી બાર 70 હજાર કે પાર..લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ સોનાના ભાવમાં આવશે મેગા જમ્પ, કારણો જાણો

Hardik Trivedi

Last Updated: 05:33 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં સોના ભાવમાં 70 હજાર સુધી પહોંચી શકે છે. તેની પાછળ આ પ્રમુખ છે. જેમાં ફેડ રેટ કટ, સ્ટેબલ સરકાર અને ભારે માંગ

સોના હે સદા કે લીયે, સોના માટે ભારતીયનો અપાર પ્રેમ છે. એક અહેવાલ પ્રમાણે ભારતીયો પાસે 27 હજાર ટન સૌનું છે. સોના પ્રેમી પ્રજા માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે.

બુલીયન બજારના જાણકારો માની રહ્યાં છે. આગામી સમયમાં સોનાનો ભાવ 70 હજારને પાર જઈ શકે છે.  ફેડ દ્વારા  આગામી મે મહિનામાં રેટ કટની સંભાવના સેવાઈ રહી છે. જેની માહિતી ફેડ ચેરમેન પોવેલ,  ગુરુવારે  પોતાની સ્પીચમાં દુનિયા સામે રાખી શકે છે. આ સંભાવનાના કારણે બુલીયન બજારમાં મુમેન્ટ જોવા મળી રહી છે. 

ચૂંટણી પછી  70 હજાર સુધી સોનુ જઈ શકે છે!

 

હાલ સોનાનો ભાવ તેના પીક પર છે. જે આગામી સમયમાં વધી પણ શકે છે. દેશમાં  સામાન્ય ચૂંટણી પછી શક્ય છે કે, સોનાનો ભાવ  70 હજારને  પાર જઈ શકે. આ પાછળનું મુખ્ય કારણે ફેડના વ્યાજદરોમાં ઘટાડો. જો કે ઉલ્લેખનીય છે કે છેલ્લી ચાર ટર્મથી ફેડ  દરોમાં સતત વધારો કરી રહ્યું છે.

 બજારના જાણકારો માને છે કે, દેશમાં સ્ટેબલ સરકાર બનવા જઈ રહી છે. આગામી  દિવસોમાં  દેશની GDPમાં સુધારો થશે અને મોંઘવારી કાબુમાં આવશે. જેની સીધી અસર બુલીયન બજાર પર જોવા મળશે. મે મહિનામાં અક્ષય તૃતીયા  છે અને લગનગાળો પણ  છે. જેના પગલે સોનની માંગવા વધારો થશે અને ભાવ 70 હજાર પ્રતિ તોલા  થવાની સંભાવના સેવાઈ રહી છે.  

ગોલ્ડ 70ને પાર !

સોનુ 70 હજાર પાર જવાની સંભાવના છે, હાલના ભાવથી રૂ. 5000 થી 6000નો  વધારો થઈ શકે છે. આગામી 3 મહિનામાં 8 થી 10 ટકાના  ઉછાળો થવાની સંભાવના વેપારીઓ કરી રહ્યાં છે. હાલ 24 કેરેટના સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 64900 (અમદાવાદ) ચાલી રહ્યો છે. એક વર્ષમાં સોનાના ભાવમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

વધુ વાંચવા જેવું:ભારતના ટોપ 10 અમીરોનું લિસ્ટ: બે ગુજરાતી ઉદ્યોગપતિઓ ટોચ પર, નેટવર્થ આકાશે આંબી 

શું છે કારણ

સોનાની ચમક વધવા પાછળનું મુખ્ય કારણ છે. ફેટ દ્વારા રેટ કટ કરવામાં આવેશે તેવી આશા રાખવામાં આવી છે. ફેડ ચેરમેન જેરોમ પોવેલ 1 મેના રોજ  રેટ કટની જાહેરાત કરી શકે છે. આ સાથે દેશમાં સ્ટેબલ સરકાર બનશે તેવી આશાના પગલે બુલીયન બજારમાં બુલ રન જોવા મળી રહ્યું છે.   

ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ ફરી એક વખત સોનાના ભાવમાં ઉછાળો આવતા. સોનાની ચમક વધી હતી. સોમવારે અમદાવાદ બુલીયન બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 64140 હતા જે.  મંગળવારે 64900 નોંધાયો હતો. જે ઓલટાઈમ  હાઈ રેટ હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ