બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Girl found dead in Talavchor in Navsari

માતમ / 5 દિવસ પછી હતા લગ્ન..અચાનક યુવતીની લાશ તળાવમાંથી મળી, નવસારીના ગામમાં જુઓ એવું તો શું બન્યું

Dinesh

Last Updated: 11:46 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકાના લગ્ન 24 ફેબ્રુઆરીના દિવસે નિર્ધારિત થયા હતા જેથી પરિવાર લગ્નની તૈયારીમાં મશગુલ હતો પરંતુ તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક વ્યાપ્યો છે.

  • તલાવચોરમાં મૃત હાલતમાં મળી યુવતી
  • 24 ફેબ્રુઆરીએ યુવતીના થવાના હતા લગ્ન
  • લગ્નની તૈયારીમાં મશગુલ પરિવારમાં શોક


જીવનનમાં દાંપત્ય જીવનએ ભારતીય સંસ્કૃતિની પ્રણાલી છે. પરંતુ નવસારીમાં ચીખલી તાલુકાના તલાવચોરા ગામે દાંપત્ય જીવનના મંડાણ થાય એના પહેલા યુવતી મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. 

મૃતકની તસવીર

પ્રિયંકા પણ લગ્નની તૈયારીઓમાં જોતરાઈ હતી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલું તલાચોરા ગામ જે હાલ શોકમાં ગરકાવ થયું છે કારણ કે, અહીંયા જે પરિવારમાં દીકરીના લગ્ન થવાના હતા હાથે મહેંદી લાગવાની હતી તે દીકરીને વિદાય કરવાનો ઉત્સાહ એક પિતામાં ખૂબ જ હતો પરંતુ એ પિતાને ક્યાં ખબર હતી કે, એ જ દીકરીનો એમને આટલો મોટો આઘાત સહન કરવો પડશે. ચીખલી તાલુકાના તલાવચોરા ગામમાં રહેતી દીકરીનો આજે જ ગામમાં એક તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, મૃતદેહ મળી આવતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પ્રિયંકાના લગ્ન 24 ફેબ્રુઆરીના દિવસે નિર્ધારિત થયા હતા અને લગ્નની તૈયારીમાં પરિવાર મશગુલ હતો. મૃત્યુની આગલી રાત સુધી પ્રિયંકા એના પરિવાર સાથે હસી ખુશીથી વાતો કરતી હતી અને લગ્નની તૈયારીઓમાં જોતરાઈ હતી પરંતુ એ દિવસે રાતે એવું તે શું બન્યું એ પણ  પરિવાર માટે પણ એક રહસ્ય છે.

ગામના તળાવમાંથી મળ્યો મૃતદેહ
પ્રિયંકાના પિતાએ મંદિરમાં પૂજા કરે છે અને સવારના સમયે તેઓ રાબેતા મુજબ પોતાના નિત્યક્રમમાં પ્રમાણે પૂજા કરવા ગયાં. મોડે સુધી પ્રિયંકાને પોતાના રૂમમાંથી નીચે આવતા ન જોતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને ગામના તળાવમાંથી એનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલાને લઈને હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ આત્મહત્યા છે કે, હત્યા એ દિશામાં પોલીસ પણ તપાસ હાથ ધરી છે જેને માટે સીડીઆરની મદદ પણ લેવામાં આવી રહી છે. હાલ પોલીસે યુવતીનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. પરિવારે પોતાની લાડકી દીકરીને ગુમાવતા પરિવારમાં આઘાત છવાયો છે અને યોગ્ય ન્યાય મળે એવી આશા સેવી રહ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ